Gujarat

રાજપીપલામાં નર્મદા જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી, NMD ન્યૂઝ નેટવર્ક અને સ્વ. અલ્કેશસિંહ ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે જિલ્લાના શ્રેષ્ઠીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

લક્ષમ હોન્ડા શોરૂમ ના માલીક એવા મનોજભાઈ લાલકિયા ને લોક ની સેવા કરવા ને શારુ કામ બદલ સન્માનિત કરવામા આવ્યા
*નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ૭૬ શ્રેષ્ઠીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું*
             રાજપીપળા, શુક્રવાર :- ગુજરાતના અન્ન અને નાગરીક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી, NMD ન્યૂઝ નેટવર્ક રાજપીપલા અને સ્વ. અલ્કેશસિંહ ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સાહસવીરોનો સન્માન સમારોહ શહેરના સરદાર ટાઉનહોલ ખાતે યોજાયો હતો.
              આ સમારોહમાં મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે, આવા શ્રેષ્ઠીઓના સન્માન કાર્યક્રમો થકી સમાજના અન્ય નાગરિકોને પણ શ્રેષ્ઠ કાર્યો કરવા માટે પ્રોત્સાહન મળે છે. ભારત એક એવો દેશ છે, જે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચંદ્રયાન-૩ના ચંદ્ર ઉપર સફળ ઉતરાણ થકી દૂનિયાભરમાં ડંકો વાગી રહ્યો છે. આજે દુનિયાનો એક પણ દેશ એવો નહીં હોય જે ભારતથી વાકેફ ન હોય. આવી રીતે આપણો દેશ વિશ્વ ગુરૂ બનવા જઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ચોક્કસ કહેવાનું મન થાય છે કે, જિલ્લા વહિવટી તંત્ર અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના સહિયારા પ્રયાસોથી નર્મદા જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. આ વિકાસયાત્રાને સતત આગળ ધપાવી સમગ્ર રાજ્યમાં વિકાસ પથ પર અગ્રેસર રહે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
              વધુમાં મંત્રીશ્રીએ NMD ન્યૂઝ નેટવર્ક દ્વારા છેલ્લા આઠ વર્ષથી ચાલી રહેલી આ પ્રસંસનીય કામગીરીને બિરદાવી તેમના થકી અત્યાર સુધી ૬૦૦ કરતા વધુ શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું છે તેનો ઉલ્લેખ કરી આ વર્ષે પણ વિશિષ્ટ કામગીરી થકી સન્માનિત થઈ રહેલા ૭૬ જેટલા શ્રેષ્ઠીઓને બિરદાવ્યા જેઓ ભવિષ્યમાં પોતાના ક્ષેત્રમાં વધુ ઉત્કૃષ્ટ કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
              આ પ્રસંગે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, દૂધધારા ડેરીના ચેરમેનશ્રી અને ધારીખેડા સુગર ફેકટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, નાંદોદના પૂર્વ ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મધુકર પાડવી, સ્વામિનારાયણ સંપ્રદાયનાશ્રી સિદ્દેશ્વર સ્વામી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
             આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાના ૭૬ શ્રેષ્ઠીઓનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી, મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
             રાજપીપલાના સરદાર ટાઉનહોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજપીપલા નગરપાલિકા પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, ઈન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, SoUADTGAના અધિક કલેક્ટરશ્રી હિમાંશુ પરીખ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જિજ્ઞા દલાલ, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી સહિત અન્ય મહાનુભાવોના, સન્માનિતો અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

IMG_20230825_192529.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *