નવીદિલ્હી
આજે ભારતના સંરક્ષણ દળોની તાકાતને વધારવા માટે રૂ. ૭,૮૦૦ કરોડની ખરીદીની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં સ્ૈ-૧૭ ફ૫ હેલિકોપ્ટર માટે ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટની ખરીદીનો પણ સમાવેશ થાય છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી) એ દરખાસ્તોને મંજૂરી આપી હતી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ડ્ઢછઝ્ર દ્વારા મંજૂર કરાયેલા પ્રસ્તાવોમાં ભારતીય નૌકાદળના ૭.૬૨×૫૧ દ્બદ્બ લાઈટ મશીન ગન (ન્સ્ય્) અને હથિયાર સ્ૐ-૬૦ઇ હેલિકોપ્ટરની ખરીદીનો સમાવેશ થાય છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી ડ્ઢછઝ્ર બેઠકમાં આશરે રૂ. ૭,૮૦૦ કરોડના મૂલ્યની ખરીદીની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. ભારતીય વાયુસેનાની કાર્યક્ષમતા વધારવા માટે ડ્ઢછઝ્રએ ભારતીય-ૈંડ્ઢડ્ઢસ્ શ્રેણી હેઠળ સ્ૈ-૧૭ ફ૫ હેલિકોપ્ટર પર ઈલેક્ટ્રોનિક વોરફેર (ઈઉ) સ્યુટની ખરીદી અને તૈનાતી માટે મંજૂરી આપી છે. ઈઉ સૂટ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (મ્ઈન્) પાસેથી ખરીદવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે ડ્ઢછઝ્ર એ સેના અને આર્મર્ડ રેજિમેન્ટ્સ માટે જમીન આધારિત સ્વાયત્ત પ્રણાલીઓની ખરીદીને પણ મંજૂરી આપી છે, માનવરહિત દેખરેખ, દારૂગોળો, બળતણ અને સ્પેર સપ્લાય અને યુદ્ધના મેદાનમાં જાનહાનિ ખાલી કરાવવા જેવા વિવિધ કાર્યોમાં મદદ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૭.૬૨×૫૧ દ્બદ્બ ન્સ્ય્ અને બ્રિજ લેઈંગ ટેન્ક (મ્ન્)ની ખરીદી માટેની દરખાસ્તોને પણ ડ્ઢછઝ્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે એલએમજીને સામેલ કરવાથી સેનાની લડવાની ક્ષમતામાં વધારો થશે. મ્ન્ સાથે યાંત્રિક દળોની હિલચાલ ઝડપી થશે. મંત્રાલયે કહ્યું કે પ્રોજેક્ટ શક્તિ હેઠળ ભારતીય સેના માટે લેપટોપ અને ટેબલેટ ખરીદવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. આ તમામ ખરીદી માત્ર સ્વદેશી વિક્રેતાઓ પાસેથી જ કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય નૌકાદળના સ્ૐ-૬૦ઇ હેલિકોપ્ટરની ઓપરેશનલ ક્ષમતાને વધારવા માટે, ડ્ઢછઝ્ર એ હથિયારોની ખરીદી માટે મંજૂરી આપી છે.

