ઉના ગીરગઢડા પંથકની બોર્ડરના નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર વન્ય પ્રાણીઓના આટાફેરા તેમજ શિકારની શોધમાં નીકળી મોડી રાત્રે શિકાર કરી વહેલી સવારે ફરી સીમ વિસ્તારમાં જતાં રહે છે. ત્યારે આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ઉના સુલતાનપુર ગામે જતા રસ્તા ઉપર એક સિંહણ અને તેના બે સિંહબાળ સાથે રસ્તા પર વિહરતા જોવા મળ્યા હતા. ત્યારે આગળ સિંહણ અને તેની પાછળ બે બચ્ચા આરામથી રસ્તો ક્રોસ કરી જઈ રહ્યાં હતાં.
ત્યારે વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ પોતાના વાહનો પણ થંભાવી દીધા હતા. અને ભય ફેલાઈ ગયો હતો. અને સિંહણ અને તેમના બે બચ્ચાં સીમ વિસ્તારમાં ચાલ્યાં જતાં વાહન ચાલકોએ પોતાના વાહન પસાર કરી રાહતનો શ્વાસ લીધો હતો.
બે દિવસ પહેલા આમોદ્રા ગામની સીમ વાડીમાં સિંહબાળ વિખૂટા પડી જતા વનવિભાગને જાણ થતાં બચ્ચાંને તેની માતા સાથે મિલન કરાવ્યું હતું. તો ચાર દિવસ પહેલા તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલ ખડા ગામની વાડીમા દીપડીનું બચું જાળમાં ફસાઈ જતાં વન વિભાગએ ઝાડા માંથી સલામત રીતે મુક્ત કરી માતા સાથે મિલન કરાવ્યું હતું.

