Gujarat

બોડેલી બજારોમાં રાખડીઓની ખરીદી ની ઘરાકી જોવા મળી  

બોડેલી ના બજારોમાં રક્ષાબંધન પર્વે વિવિધ પ્રકારની રાખડીઓ માં ડાયમન્ડ ની રાખડી બહેનોની પ્રથમ પસંદગી બની રહી હોય એમ મોટાપાયે ખરીદી હાથ ધરાઈ હતી.

એક તરફ જયાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યારે ભાઈ પોતાની પૂરી જીંદગી બહેન ની રક્ષા કરવાનું વચન આપે છે તેવા  રક્ષાબંધન પર્વને લઈ બોડેલી ના બજારોમાં રાખડીઓની ખરીદી ની ઘરાકી વર્તાઈ હતી.

આગામી સમયમાં આવી રહેલો પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણીને લઈ બોડેલી નગરમાં રાખડી બજારોમાં બહેનો રાખડી ખરીદવા ઉમટી પડતાં મોટાપાયે ઘરાકી વર્તાઈ હતી. છેલ્લા બે દિવસ બોડેલી બજારમાં રાખડીઓ સહિત બીજી વિવિધ વસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી અને ખાસ કરીને રક્ષણ બંધનના પર્વને લઈને રાખડી ખરીદવા માટે બહેનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને વેપારીઓમાં પણ ઘરાકી ખુલતા ખુશી જોવા મળી હતી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230827163252.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *