મકસુદ કારીગર,કઠલાલ
નડિઆદ માં આવેલી ગુજરાતની શ્રેષ્ઠ ખેલકુદ એકેડેમી જેમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોની જવાહર નવોદય વિદ્યાલયના ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ ખેલપ્રદર્શન માટે ગુજરાતમાં નડીઆદ ના આંગણે પધાર્યા હતા જ્યાં લગભગ ૧૦૦ કરતાં પણ વધારે એથલેટિક્સ ના ખેલ રમવામાં આવ્યાં હતા.જેમાં કસ્ટર અને રીજનલ માં અવલ પ્રદર્શન કરી નેશનલમાં પોતાનું નસીબ અને કર્તબ બતાવવા ઉત્સુક હતાં. નવોદય સમિતિ નોયડાના કમિશ્નર દ્વારા નેશનલ એથલેટિક્સ ચેમ્પિયનશીપ 2023 પૂણે વિભાગને મળી જેથી પૂણેના ડેપ્યૂટી કમીશ્નર બી વેંકટેશ્વરન જી ને ગુજરાતની જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય અનિલ એસ કામ્બલેને સુચારુ આયોજન કરવા માટેની કામગીરી આપવામાં આવી હતી. આચાર્ય અનિલ કામ્બલે દ્વારા વિદ્યાલયના ખેલ શિક્ષક જયેશ દેસાઈ તેમજ સુનંદા પાડવી તેમજ શિક્ષક રમેશ ચતુર્વેદી, વિજયકુમાર રાઠોડ, ઓફિસ સુપ્રિટેન્ડેન રીતેશ પારેખ તેમજ ઓફિસ સ્ટાફમાં મુકેશભાઈ,ચંદનભાઈ,અંકિતભઈ , શોભીતભાઈ , સુરતા અને સંગીતાબેનની ટીમ બનાવી કાર્ય સફળ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો આ કાર્યમાં અન્ય જિલ્લાની નવોદય માં સહ્યોગી તરીકે આણંદ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય ડો. મુનીરમ્યયાજી ,છોટાઉદેપુરના આચાર્ય સેફાલી સિંહ. ગાંધીનગરથી જીગ્નેશ મોરી રાજકોટથી વિરેન્દ્ર મકવાણા, ગીર સોમનાથથી કાજલ પટેલ,ચંદ્રપુરથી આદર્શ મિશ્રા મહેસાણાથી કાજલ પટેલની મદદ માં ઉપયોગી સાબિત થયા.

