મકસુદ કારીગર,કઠલાલ
તા.27મી ઓગસ્ટ દરમિયાન વિદ્યાનગરમાં આવેલ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર ખાતે વાલી-સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાલીઓ તેમજ માસ્ટર ઓફ સોશિયલ વર્ક સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત કાર્યક્રમના પ્રયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની રાહથી વાલીઓને પરિચિત કરવા જેને અનુલક્ષીને આશાદીપ ખાતે ધોરણ 8,9 માટે શરૂ કરાયેલા પથદીપ કૌશલ્યવર્ધન તાલીમ કાર્યક્રમ વિશે અંકિત જાદવે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના નિયામક જોન કેનેડી, મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયન તથા સમાજસેવી રતિલાલ જાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

