છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાનાં દાવા ભલે સરકાર કરતી હોઈ પણ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મીઠીબોર સહિત 10 ગામના લોકો આજે પણ રસ્તાના અભાવે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાતનો જ આ છે વિસ્તાર કે જ્યા ફક્ત જંગલ આવેલ છે અને લોકો આજ રસ્તે થી આઝાદી ના 76 વર્ષ પૂર્ણ થવા છતા કાચા અને ઢોળાવ વાળા રસ્તા નોજ ઉપયોગ કરી રહ્યા છે. કેમ કે આ રસ્તો વન વિભાગ મા આવે છે . વન વિભાગ દ્વારા મીઠીબોર ગ્રામ પંચાયતના દશ ગામ ના લગભગ 10 હજાર લોકો ને અવર જવર કરવા માટે પરવાનગી આપતી નથી. વન વિભાગે કાંટાના તારની દીવાલ બનાવી દીધી છે. અહી ના કોતરો અને ઢોળાવ વાળા રસ્તે બાઈક કે ફોર વ્હીલ પસાર કરવું શક્ય નથી. આમ છતાં મીઠીબોર ગ્રામ પંચાયતના દુન ગામથી વઢવાણ સુધી લોકો ચાલતા જાય છે. કેમ કે વઢવાણ થી તેમને પાકો રસ્તો મળી જાય છે. અને છોટાઉદેપુર જવું હોઈ તો 25 કિમી થાય .જોકે તેમને ઘરવખરી ,સામાંન લાવવો હોય કે પછી આરોગ્ય સેવા માટે હોસ્પિટલ જવું હોઈ તો તેમને દાહોદ જિલ્લાના ફાંગીયા ગામેથીજ જવું પડે અને સરપંચનું માનીએ તો 50 કિમી નો ચકરાવો લગાડવો પડે છે . રસ્તા જ ના હોઈ અહી બસ ની સુવિધા કે આરોગ્ય ની 108 એમ્બ્યુલન્સ આવતી નથી જેને લઇ જો જંગલ વાળા રસ્તે થી જવું પડે તો દર્દી ને જોલામાં કે ખાટલામા લઈ જવું પડે . ચોમાસા ના સમયે તો આ રસ્તો સદંતર બંધ થઈ જાય છે. ગામમાં પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટેની વ્યવસ્થા છે પણ જો વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે આજ કાચા રસ્તા નો ઉપયોગ કરવો પડે છે. જેથી સમય નો વેડફાટ અને રાત્રિ ના સમયે બાળકો ને જંગલ પસાર કરવું મુશ્કેલ હોઈ બાળકો આગળ ભણી શકતા નથી. મીઠીબોર જૂથ ગ્રામ પંચાયત વિસ્તાર નાં લગભગ 10 થી 12 હજાર ની વસ્તી ધરાવતા લોકો એ વારંવાર તંત્ર માં અને નેતાઓને રજૂઆત કરી કે તેમની સમસ્યા નું નિવારણ લાવે ત્યારે આ વિસ્તાર ના તત્કાલીન ધારાસભ્ય મોહનસિંહ રાઠવા એ આ રસ્તા ને રાહદારીઓ માટે મંજૂર કરાવ્યો અને તેનું ખાતમુહુર્ત પણ કરાવ્યું પણ વન વિભાગ દ્વારા આ કામ ને અટકાવી દેવામાં આવ્યું .ગામના લોકોએ તેમની વર્ષોની સમસ્યાનો અંત આવી ગયો તેવી આશા બંધાઈ પણ તેમની આશા ઠગારી નીવડી તેવું લાગી રહ્યું છે .હવે ગામ ના લોકો ફરી થી રોડ બનાવવા ની માંગણી કરવા સંઘર્ષ કરી રહ્યા છે. થોડાજ દિવસ પહેલા મોટી સંખ્યામા ગામના લોકોએ કલેકટરને આવેદન પત્ર આપ્યું અને રસ્તા ની માંગણી કરી કે તેમને અવર જવર માટે પાકો રસ્તો બનાવી આપે. આવી તો અનેક વાર ગામ ના લોકો એ રજૂઆતો કરી છે .ફરિયાદો કરી છે .ધરણા પર પણ બેસ્યા છે પણ આજ દિન સુધી કોઈ નિકાલ ના આવતા હવે નેતાઓની શાન ઠેકાણે લાવવા માટે 10થી 12 ગામના લોકોએ આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવી લીધું છે.
પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ આ લોકો ની સમસ્યા ને ધ્યાને લઈ 6 કરોડ 56 લાખ ને ખર્ચે રોડનું ખાતમુહૂર્ત કરી લોકોને રોડ બની જવાની ખાત્રી આપી હતી. પણ વન વિભાગે રોડની કામગીરી અટકાવતા રોડ બનાવવાની કામગીરી ટલ્લે ચડી ગઈ હતી. જે લોકોને બાહેધરી આપી હતી તે ધારાસભ્ય મોહનસિંહ રાઠવા નિવૃત્ત થતા આ ગામના લોકોએ ફરી તેમના પુત્ર રાજેન્દ્ર રાઠવા ને ધારાસભ્ય બનાવી દીઘા છે ત્યારે આ બાબતે રાજેન્દ્ર રાઠવા નું કહેવું છે કે ગામ લોકોની રજૂઆત યોગ્ય છે તેમને 3 કિમી ની જગ્યા એ 34 કિમી નો ફેરો લગાવવો પડે છે તે બાબતે હું ગાંધીનગર સુધી રજૂઆત કરી છે રાજેન્દ્ર રાઠવાનું તો એ પણ કહેવું છે કે ફોરેસ્ટ વિભાગે ફક્ત એક હેકટર જ જમીન આપવાની છે.
જો સીધો ત્રણ કિમીનો રસ્તો હોઈ તો ગમે તેમ કરીને લોકો ચાલી શકે પણ ડુંગર ના ઢોળાવો ,કોતરો,અને પથરાળ રસ્તા ને લઈ લોકો ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે ચોમાસામાં તો આ રસ્તા પણ બંધ થઈ જાય છે. ત્યારે સરકાર અને વન વિભાગ આ ગામ ના લોકો ની વ્યથા ને સમજી અને નિકાલ લાવે તો જે લોકોને ત્રણ કિમીની જગ્યા એ 40 થી 50 કિમીનો છોટાઉદેપુર જવા માટે ચકરાવો લગડવો પડે છે તેમાં રાહત મળી શકે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

