છોટાઉદેપુર નગરમાં આવેલ દેવર્ષિ હોસ્પિટલ ખાતે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા મોકડ્રિલનું આયોજન કરાયું હતું.
આજે છોટાઉદેપુર નગરમાં આવેલ દેવર્ષિ હોસ્પિટલ ખાતે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા મોકડ્રિલનું આયોજન કરાયું હતું. આગ લાગે તેવા સમયે શું કરવું જોઈએ જેને લઈને નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના ફાયર સ્ટેશનના સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજસિંહ ગોહિલ સહિત ફાયરની ટીમ દ્વારા દેવર્ષિ હોસ્પિટલના કર્મચારીઓ અને આગેવાનોને આગ લાગે તેવા સમયે કેવી રીતે બચાવ થઈ શકે જે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને લઈને નગરપાલિકા ફાયર સ્ટેશન દ્વારા આ મોકડ્રીલનું આયોજન કર્યું હતું એમ સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

