તસ્વીર અહેવાલ : નિસાર શેખ, મહુધા
સણાલી ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા કિશાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો.
મહુધાના સણાલી ખાતે ખેડા જિલ્લા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર જીતેન્દ્રભાઈ સુથારના અધ્યક્ષ સ્થાને સણાલી, કડી, ઉંદરા તેમજ ખલાડીના ખેડૂતોની ઉપસ્થિતીમાં કિશાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત માસ્ટર ટ્રેનર બળવંતભાઈ સોઢા તથા મહેશભાઈ મકવાણા દ્વારા હાજર ખેડૂતોને પ્રાકૃતિક (ગાય આધારિત) ખેતી વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ ખેડા જિલ્લા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર જીતેન્દ્રભાઈ સુથાર દ્વારા ખેડૂતોને સરકારની યોજનાઓ વિષે વિસ્તૃત છણાવટ કરી પ્રકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ આત્મા યોજના મહુધાના અધિકારી રણજીતભાઈ ચૌહાણ તથા પંકજભાઈ રાઠોડ દ્વારા જીવામૃતનું ખેડૂતોને નિદર્શન બતાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહુધા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખના પ્રતિનિધિ મુકેશભાઈ સોઢાએ ખાસ હાજરી આપી હાજર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ભોજાણી અને તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ સોઢાએ ખાસ હાજરી આપી હતી.

