Gujarat

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં હાથસણીરોડ ઉર્વશીની વાડી પાસે જાહેરમા જુગાર રમતા પાંચ ઇસમોને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ

મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી.પી.ગૌતમ પરમાર  ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગાર રમતા ઇસમો ઉપર વોય ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓ દ્વારા જીલ્લામાંથી જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર,એસ.એમ.સોની ની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા
ટાઉન વિસ્તારમાં હાથસણીરોડ ઉર્વશીની વાડી પાસેથી જાહેરમાં ગંજી પતાના પાના વડે હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા
રૂ.૧૨૬૦૦/- તથા ગંજી પાના નંગ-પર કી.રૂ.- સાથે પકડી પાડી, મજકુર પાંચેય ઇસમ વિરૂધ્ધમાં સાવરકુંડલા ટાઉન પોલીસ.સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત ઃ
(૧) દામજીભાઇ ઉકાભાઇ સોલંકી ઉ.વ.૪૮ ધંધો મજુરી, રહે. સાવરકુંડલા, આસોપાલવ સોસાયટી પાછળ, ઉર્વશીની
વાડી પાસે જી.અમરેલી
(૨) અશોકભાઇ પરશોત્તમભાઇ સોલંકી ઉ.વ.૪૦ ધંધો.ખેતમજુરી, રહે સાવરકુંડલા, આસોપાલવ સોસાયટી, હનુમાન મંદીર પાસે જી.અમરેલી
(૩) બાવસગભાઇ બચુભાઇ ચુડાસમા ઉં.વ.૪૫ ધંધો મજુરી, રહે સાવરકુંડલા આસોપાલવ સોસાયટી પાછળ, ઉર્વશીની વાડી પાસે જી.અમરેલી
(૪) કાનાભાઇ માધાભાઇ પરમાર ઉ.વ.૪૦ ધંથી મજુરી, રહે સાવરકુંડલા, આસોપાલવ સોસાયટી પાછળ, ઉર્વશીની
વાડી પાસે જી.અમરેલી
(૫) સંજયભાઇ ઉર્ફે લાંબો કાનાભાઈ સોલંકી ઉ.વ.૨૯ ધંધો મજુરી, રહે.સાવરકુંડલા, આસોપાલવ સોસાયટી પાછળ,ઉર્વશીની વાડી પાસે જી અમરેલી
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોર્લીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા અના.એ.એસ.આઇ એચ.પી.ગોહિલ, અના.એ.એસ.આઇ કે.બી.ગઢવી પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ, વનરાજભાઇ ગભાભાઇ,પો.કોન્સ. ધર્મેશભાઇ વશરામભાઇ, પો.કોન્સ. વીજુભાઇ કુંભાભાઇ દ્રારા કરવામાં આવેલ છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230827-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *