Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘેલવાંટ ગામેથી આઇસર ટેમ્પામાં ચોરખાનુ બનાવી લઇ જવાતો કિં.રૂ.૮,૮૧,૭૬૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો  

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા અને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ….જે અન્વયે “વિ.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપરુ નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફનાં પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ઘેલવાંટ ગામે નાકાબંધી કરી આઇસર ટેમ્પામાં ચોરખાનુ બનાવી લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે આઇસર ટેમ્પો તથા ટેમ્પાના ચાલકને કોર્ડન કરી પકડી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની પેટી નંગ- – ૧૭૬ કુલ બોટલ નંગ-૭,૬૮૦ ની કુલ કિ.રૂ.૮,૮૧,૭૬૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી સાથે આરોપી જયેશભાઇ ઉર્ફે સંજયભાઇ ભુરાભાઇ સોલંકીને પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230827-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *