Gujarat

છોટાઉદેપુરના પાનવડ પાસે સિંગલા વાવ પાટીયા નજીક સ્ટેટ હાઇવે ઉપર પચાસ વર્ષ જૂનો નાડુ તૂટી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે

છોટાઉદેપુર જિલ્લાના સ્ટેટ હાઇવે એવા છોટાઉદેપુર કવાંટ રોડ ઉપર સિંગલા વાવ ગામના પાટીયા નજીક એક વર્ષો જૂનું નાડુ તૂટી ગયું છે. નાળુ તુટતા કવાટ તરફ જતા કે કવાટથી આવતા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારે તે હાઇવે પરના નાડામાં ભંગાણ સર્જાયું છે, નાળામાં મોટા મોટા ગાબડાં પડી ગયા છે તો એક છેડેથી બીજા છેડા સુધી સમગ્ર રોડ બેસી ગયો છે. હાલ ત્યાં સાવચેતી પૂર્વક વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે પરંતુ નાળું તૂટવાના કારણે હાઇવે ઉપર અવર જવર કરતા વાહનો ને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે, જો કે માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ ના અધિકારીઓ ઘટનાની ગંભીતાને ધ્યાને લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હંગામી ધોરણે મરામત ની કામગરી શરૂ કરાવી દીધી છે અને એક બે દિવસમાં જ પાઇપ નાળું બનાવી નાખવાની તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230828-132350.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *