Gujarat

આટકોટની યુનિક શૈક્ષણિક સંકુલની અંદર કાયદાકીય – કાનૂની સેમીનારનું આયોજન કરવામાં આવેલ.

આટકોટની યુનિક શૈક્ષણિક સંકુલની અંદર કાયદાકીય – કાનૂની સેમીનારનું આયોજન કરવામાં આવેલ.
………………………………………….
જસદણ તાલુકાના આટકોટ – રાજકોટ હાઇવે, ગોંડલ ચોકડી પાસે યુનિક શૈક્ષણિક સંકુલની અંદર કાયદાકીય – કાનૂની સેમીનારનું આયોજન કરવામાં આવેલ.જેમાં જસદણ ન્યાયાલયના તાલુકા લીગલ સેવા સમિતિના અધ્યક્ષ – પ્રિન્સિપાલશ્રી સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.દવે સાહેબ તેમજ સિવિલ જજ એન્ડ ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી. એ. ઠકકર સાહેબ, રજીસ્ટ્રારશ્રી એમ.બી. પંડ્યા સાહેબ તેમજ સેક્રેટરીશ્રી જે.એ.સોયા સાહેબના માર્ગદર્શન નીચે જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ અને રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના લીગલ એડવાઈઝર અને પોલીસ સમનવ્યના લીગલ એડવાઇઝર પ્રકાશ પ્રજાપતી દ્વારા વિદ્યાર્થીઓને કાયદાકીય – કાનૂની માહિતી અને માર્ગદર્શન તેમજ ટ્રાફિકના નિયમો વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આટકોટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે.એસ.સિસોદીયા સાહેબ, આટકોટ પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ સંજયભાઈ ગઢવી, રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાય અને યુનિક શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલશ્રી ગૌતમભાઈ એસ. બારૈયા તેમજ તમામ કર્મચારીગણે જહેમત ઉઠાવેલ. આ કાર્યક્રમમાં એડવોકેટ મહાવીરભાઈ બસીયા અને સંસ્થાના ટ્રસ્ટીશ્રી અશોકભાઈ ટાઢાણી, હિતેશભાઈ છાયાણી અને ધર્મેશભાઈ રામાણીએ હાજરી આપેલ. આ તકે સેમિનારમાં સહયોગ આપવા બદલ તમામ વિદ્યાર્થીગણ, સંસ્થાના કર્મચારીગણ અને અધિકારી – પદાધિકારીનો જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ આભાર વ્યક્ત કરેલ.

IMG-20230829-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *