રાખડી સ્પર્ધાનો અહેવાલ
રાખડીને ભાઈ અને બહેનના પવિત્ર સબંધના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. અને રક્ષાબંધનના તહેવારને ભાઈ બહેનના નિર્દોષ પ્રેમના પ્રતિક સમાન ગણવામાં આવે છે.રક્ષાબંધનના તહેવારની બહેનો હમેશા આતુરતા પૂર્વક રાહ જોતી હોય છે. શ્રી હડીયાણા કન્યા શાળાની બહેનો પણ રક્ષાબંધનના તહેવારને લઇને ખુબજ ઉત્સાહિત હતી. તેઓ પણ પોતાના ભાઈઓને રક્ષાના પ્રતિક સમાન રાખડી બાંધવા ઉત્સુક છે.એમાં પણ જો બહેન આ રાખડી પોતાના જ હાથે બનાવે તો તેનો અનેક ગણું મહત્વ વધી જાય છે.
તારીખ ૨૯/૮/૨૦૨૩ ને મંગળવારના રોજ શાળાની શિક્ષિકા બહેનોની અગવાની હેઠળ શ્રી હડીયાણા કન્યા શાળામાં રક્ષાબંધનના તહેવાર નિમિતે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સૈપ્રથમ આ રાખડી સ્પર્ધાના તમામ નિયમો તથા જરૂરી માર્ગદર્શન શાળાના શિક્ષિકા બહેન દેવાંગીબેન બારૈયા દ્વારા આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધા નિમ્ન પ્રાથમિક વિભાગ (ધોરણ ૧ થી ૫) અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ ૬ થી ૮) એમ બે વિભાગોમાં વહેંચવામાં આવી હતી. જેમાં શાળાની વિધાર્થીની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ રાખડી સ્પર્ધાના નિમ્ન પ્રાથમિક વિભાગના નિર્ણાયક તરીકે શાળાના મ.શિ. ભારતીબેન ભીમાણી તથા હિનાબેન પરમારે તથા ઉચ્ચ પ્રાથમિક વિભાગના નિર્ણાયક તરીકે શાળાના મ.શિ. દેવાંગીબેન બારૈયા અને નિરુબેન મકવાણાએ કામગીરી બજાવી હતી. તેઓએ રાખડી સ્પર્ધાના જરૂરી માપદંડોના આધારે વિધાર્થીનીઓએ બનાવેલ રાખડીઓનું અવલોકન કરી પોતપોતાના વિભાગોમાંથી પ્રથમ ત્રણ ઉત્તમ રાખડીઓને પસંદ કરી તેઓને નંબર આપ્યા હતા.આ નંબરો મેળવનાર બહેનોને શાળામાં આચાર્યશ્રી અરવિંદભાઈ એન. મકવાણા તથા શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. બંને વિભાગમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિધાર્થીની બહેનોની યાદી નીચે પ્રમાણે છે.
ધોરણ ૧ થી ૫ ના વિભાગમાંથી મેળવેલ નંબરની યાદી
ક્રમ વિધાર્થીનીનું નામ ધોરણ મેળવેલ નંબર
૧ પાડલિયા હિરવા મણીજભાઇ ૪ પ્રથમ
૨ કાનાણી નિયતિ કૌશિકભાઈ ૫ દ્રિતીય
૩ કાલાવડીયા મિષ્ટિ મયુરભાઈ ૨ દ્રિતીય
૪ નકુમ રીયા નિલેષભાઈ 4 તૃતીય
૫ પરમાર અર્ચના નરેશભાઇ ૪ તૃતીય
ધોરણ ૬ થી ૮ ના વિભાગમાંથી મેળવેલ નંબરની યાદી
ક્રમ વિધાર્થીનીનું નામ ધોરણ મેળવેલ નંબર
૧ કાલાવડીયા ધાર્મિ સંજયભાઈ ૮ પ્રથમ
૨ કાલાવડીયા વિશ્વા મગનભાઇ ૮ દ્રિતીય
3 જાદવ રાધિકા મહેશભાઇ ૮ દ્રિતીય
4 ભમરા નફિસા રફીકભાઈ ૮ તૃતીય
5 જૂથર શંભુ મચ્છાભાઈ ૭ તૃતીય

