Gujarat

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના સ્ર્ેંની શ્રેણીની પાંચમી કડી

ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે.
આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગરોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટેના સ્ર્ેંનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી પ્રયોજવામાં આવે છે.
આ ઉપક્રમના પાંચમાં તબક્કામાં ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મંગળવાર તા. ૨૯ ઓગસ્ટે ચાર સ્ર્ેં કરવામાં આવ્યા હતા.
તદઅનુસાર ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, પેકેજીંગ ઉદ્યોગ માટે ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટનાં ક્ષેત્રોમાં કુલ રૂ. ૧ હજાર કરોડના સંભવિત મૂડી રોકાણ અને ૧૦ હજારથી વધુ રોજગાર અવસર ઉપલબ્ધ કરાવતા સ્ર્ેં થયા હતા.
આ સ્ર્ેં અનુસાર અમદાવાદ જિલ્લાના કેરાલા ય્ૈંડ્ઢઝ્રમાં કંપોઝિટ ટેક્ષટાઇલ યુનિટ કાર્યરત કરવા માટે એલ.બી.ટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. ૪૫૦ કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે ૧,૦૦૦ જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ જાન્યુઆરી-૨૦૨૪સુધીમાં કાર્યરત થશે.
આ ઉપરાંત માંડલ તાલુકાના માનપુરામાં ૧૫૫ હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા માટે રૂ. ૨૮૮.૭૫ કરોડના રોકાણો માટેના સ્ર્ેં મેસ્કોટ સાઉથ એશિયા એલ.એલ.પી. એ કર્યા હતા. આ પાર્કમાં બે હજાર લોકોને રોજગારી મળશે અને માર્ચ-૨૦૨૬ સુધીમાં પાર્ક કાર્યરત થવાનો છે.
નવસારીના જલાલપોર તાલુકાના વેસ્મા અને કાળાકાછા ખાતે ૩.૩૪ લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક ઔદ્યોગિક પાર્ક માટે આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે રૂ. ૯૯.૧૨ કરોડના રોકાણો સાથે સ્ર્ેં થયા છે. ૨૦૯ પ્લોટની ઉપલબ્ધિ સામે અંદાજે ૬ હજાર રોજગારીની તકો અહીં ઉપલબ્ધ થશે અને માર્ચ-૨૦૨૫ સુધીમાં તે કાર્યરત થશે.
આ ત્રણ સ્ર્ેં ઉપરાંત રૂ. ૧૬૧.૭૮ કરોડના રોકાણો સાથે હ્લૈંમ્ઝ્ર જમ્બો બેગના ઉત્પાદન માટે ઁઈ્‌ બોટલ્સના રિસાયક્લીંગ અંગે પેકેમ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડ અને બ્રાઝિલની કંપની વચ્ચેનાં સંયુક્ત સાહસ પ્રોજેક્ટ શરૂ કરવા અંગે પણ સ્ર્ેં થયા હતા.
અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા રોડ, ગાંગડમાં ૫૪ હજાર ચોરસ મીટરમાં આકાર પામનારો આ ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટ ઓક્ટોબર-૨૦૨૪માં શરૂ થશે તથા પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને ૧,૧૦૦ લોકોને રોજગારી આપશે. આ પ્રોજેક્ટ હ્લૈંમ્ઝ્રના ઉત્પાદન માટે બોટલના રિસાયક્લિંગ માટે ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટ જમ્બો બેગ્સ ઁઈ્‌ (ઁઈ્‌ બોટલ ટુ બેગ) નો પ્રોજેક્ટ છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વાયબ્રન્?ટ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા સ્ર્ેં સાઈનીંગ ઉપક્રમની ચાર કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. ૭,૩૭૪ કરોડના રોકાણોના ૧૫ સ્ર્ેં સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ ૧૦,૮૦૦ થી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.
તદઅનુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં-૨૧૦૦, એન્?જિનીયરીંગ સેક્ટરમાં-૭૦૦, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં-૩૦૮૫ અને એનર્જી સેક્ટરમાં ૪,૩૦૦ જેટલા સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે.
પાંચમી કડીમાં એક જ દિવસમાં રૂ. ૧ હજાર કરોડના રોકાણો માટે ચાર સ્ર્ેં થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલ નાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશનની સક્રિય ભૂમિકા રહેલી છે તેની પ્રશંસા સ્ર્ેં કરનારા ઉદ્યોગકારોએ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે.
રાજ્ય સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદર તેમજ ઉદ્યોગકારો વતી ઉદ્યોગ સંચાલકોએ હસ્તાક્ષર કર્યા હતા.
આ સ્ર્ેં સાઇનીંગ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર કુલદીપ આર્ય તથા ઇન્ડેક્સ-બી ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-Ex-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *