દિવેલા સીઓ-૧ અને ઇસી – ૧૦૩ ૭૪૫ જાતો સફેદમાખી માટે જયરે વી.એચ, ૬૦ ૨૧વી.એચ, ૬૪, એસકેઆઇ-૩, જે આઇઈ-૯૪, વીએચ ૭૦ ૧/૧ જાતો તડતડિયા સામે પ્રતિકારક જાતોનું વાવેતર કરવુ જોઈએ. ઉપદ્રવ શરૂમાં ઓછો હોય ત્યારે લીમડાની લીંબોળીની મીંજનો ભુક્કો ૫૦૦ ગ્રામ (૫૪ અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બ્યુવેરીયા બેસીયાના નામની ધૂળનો પાવર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. તડતડીયા, થિપ્સ તેમજ પાનકોરીયા જેવી ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાઓ જેવી કે ડાચમીથોએટ ૩૦ ઇસી ૧૦ મીલિ અથવા પ્રોફેનોફોસ – સાયપરમેથીન ૪૪ ઇસી ૧૦ મિ.લી. અથવા ડીનોટેફ્યુરાન ૨૦ એસ.જી. ૪ ગ્રામ અથવા કોનીકામાંઇડ ૫૦ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા સાયટ્રાનીલીપ્લોલ ૧૦ ઓડી ૧૦ મિલિ 1 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ચાવીને ખાનારી જીવાતોનું નિયંત્રણ
દિવેલાની કાપણી બાદ ઉંડી ખેડ કરવી જેથી સૂર્યના સખત તાપથી તેમજ પક્ષીઓના ખાઈ જવાથી જીવાતના કોસેટા નાશ પામે છે. દિવેલા ની વાવણી ઓગષ્ટના પ્રથમ પખવાડિયામાં કરવાથી ઘોડિયા ઈયળનો ઉપદ્રવ ઓછો રહે છે. દિવેલાની ધોડીયા ઈયળ પાન ખાનારી ઇયળ અને કાતરાની પુખ્ત ફૂદીઓને આકર્ષવા પ્રથમ વરસાદ બાદ ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવીને હૂદીઓને મોટી સંખ્યામાં આ આકર્ષીને કેરોસીનવાળા કે જંતુનાશક દવા વાળા પાણીમાં ભેગા કરીને અથવા તાપણાં કરી નાશ કરી શકાય. કાતરા અને સ્પોડોપ્ટેરાના ઈંડા અનુક્રમે શેઢાપાળા ઉપર ઉગેલ ઘાસ અને દિવેલાના પાન પર જથ્થામાં મુકતા હોય છે. આથી ઈડાના સમૂહ તેમજ પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહ સાથે પાંદડાને વીણી લઇને નાશ કરવો મોટા કદની ઘોડીયા ઈયળો અને લશ્કરી ઈયળોન શક્ય હોય ત્યાં સુધી હાથથી વીણી લઈ નાશ કરવો. ખેતરમાં દિવેલાની ઘોડીય ઈયળની ફૂદીઓની હાજરી જણાતા ટ્રાયકોગામાં નામની ભમરીઓ દર અઠવાડિયે એક લાખ પ્રમાણે હેકટર દિઠ છોડવાથી સારું પરિણામ મળે છે.
બેસીલસ થુરેન્જીન્સીસ નામના રોગ પ્રેરક જીવાણુનો પાવડર ૧ થી ૧.૫ કિ.લો. ગ્રામ પ્રતિ હેક્ટર જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી બીજી કે ત્રીજી અવસ્થાની ધોડીયા અને સ્પોડોપ્ટેરાની ઈયળો જોવા મળે ત્યારે છંટકાવ કરવો. સ્પોડોપ્ટેરાનું મ્યુક્લીયર પોલીહેર્ડોસીસ વાયરસ ૨૫૦ ઈયળ એકમ જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી હેકટર વિસ્તારમાં છાંટવાથી આવી ઈયળોમાં રોગ લાગુ પડતા સારૂ નિયંત્રણ મળે છે. ઘોડિયા ઈયળ અને કાતરાના એન.પી.વી. થી પણ પ્રોત્સાહક પરિણામો મળેલ છે. દિવેલાની ઘોડિયા ઈયળનું પ્રમાણ વધારે હોય કિંટકભક્ષી પક્ષીઓ જેવા કે નેના વૈયા, કાળીયોકોસી વગેરે પક્ષીઓને આકર્ષવા લાકડાના ૮ થી ૧૦ ફૂટ લાંબા ૩૦ થી ૪૦ બે લાખકા પ્રતિ હેકટરે ખોડવા જોઈએ.
દિવેલાના પાકમાં ઘોડીયા ઈયળ તથા પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા) ના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લી., અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લી. અથવા ક્વોરાન્ટ્રા નિલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩.૦ મિ.લી. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.સી. ૫.૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૨૦ મિ.લી. અથવા એમામેકટીન બેન્જોએટ પ ડબ્લ્યુજી ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો. ડોડવા કોરનારી ઇયળ તેમજ કાતરાનાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. ડોકવા કોરનારી ઇયળ વધારે ઉપદ્રવ હોય તો બઝારમાં મળતી નવી ફ્લોરટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫ મિ.લી. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાય કરાથી સારૂં નિયંત્રણ મેળવી શકાય. લાલ કથીરીના નિયંત્રણ માટે ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લી., અથવા ફ્લોફેના પાયર ૧૦ એસસી ૨૦ મિ.લિ. અથવા બાયફેનથીન ૧૦ ઇસી ૧૦ મિ.લી. અથવા સ્પાયરોમેસીફેન ૮ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, કે.વી.કે, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામા(વિ.), નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જણાવ્યું છે.
