એક તરફ પોલીસ તેમના વાહનમાં પોલીસનો પી કે પોલીસ ન લખવાનો આદેશ કર્યો પણ અહી બધુ ચાલે…
ઊના – સરકારના ગૃહ વિભાગ દ્રારા એવુ માર્ગદર્શન આપવામાં આવેલ કે પોલીસ પ્રજાનો મિત્ર બનીને રહે પરંતુ ગીરગઢડા પોલીસમાં આ માર્ગદર્શન ફક્ત બોલેરા શબ્દો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. અને તાજેતરમાં સરકાર દ્રારા નવી ગાઇડ લાઇન બહાર પાડવામાં આવેલ છેકે કોઇપણ પોલીસ અધીકારી કે કર્મચારીએ તેમના વાહનોમાં પોલીસનો પી કે પોલીસ લખવુ નહી અને લખેલુ હોય તે તાત્કાલીક હટાવી આપવુ પરંતુ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં આ નિયમ જાણે કે લાગુ પડતો ન હોય તેમ પોલીસના કમ્પાઉન્ડમાં જ એક પોલીસ કર્મચારીની કારમાં પોલીસ લખેલુ બોર્ડ જોવા મળેલ અને જોવાની ખુબી એ છેકે ગીરગઢડા પોલીસ સ્ટેશનના મહીલા પી એસ આઇ આ કમ્પાઉન્ડ માંથી વારંવાર એટલેકે પોલીસ બોર્ડ લખેલી કાર પાસેથી પસાર થતા હોવા છતાં પણ તેમની નજરમાં આ કાર આવેલ નહી અને ગામ કોઇ વાહન પસાર થતા હોય ત્યા નિતી નિયમો બતાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. તો આ પોલીસ લખેલી કારમાં કેમ કાર્યવાહી નહી તેવા અનેક સવાલ ઉઠવા પામેલ છે.
બીજી મહત્વની વાત તરફ નજર કરવામાં આવે તો ગીરગઢડા પોલીસ સામાન્ય રીતે કોઇનું વાહન રોકાવી તેમની પાસેથી કાગળો માંગે છે જેમ કે વિમો છે કે નહી પી યુ સી સર્ટીફીકેટ છે કે નહી વગેરે વગેરે અને જો વાહન ચાલક પાસે પી યુ સી ન હોય તો સામાન્ય વાહન ચાલકને દંડ ફટકારવામાં આવે છે. પરંતુ જ્યારે આ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં પોલીસનું બોર્ડ લખેલી કારનું ડિજીટલ પ્લેટફોર્મ પરથી તપાસ કરતા આ કારનો વિમો પણ પુરો થઇ ગયેલ છે. તેમજ પી યુ સી પણ નથી તો નવા આવેલા મહીલા પી એસ આઇ આ પોલીસની કાર સામે કાર્યવાહી કરશે કે નહી તેવા અનેક સવાલ ઉઠવા પામેલ છે. ત્યારે આમ પ્રજા માંથી પણ સવાલ ઉઠવા પામેલ છેકે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં વેરાવળથી બદલી પામી વાજતે ગાજતે ઘોડા પર બેસીને ચાર્જ સંભાળનાર મહીલા પી એસ આઇ સુવા પોતાની ફરજમાં પણ સારી સુવાસ ફેલાવે અને નિયમો બધા માટે સમાન રાખે અને આમ પ્રજા ખોટી રીતે હેરાન ન થાય તેવી તકેદારી રાખે તેવી લોકોમાંથી માંગણી ઉઠવા પામેલ છે.
બોક્ષ્ – પોલીસનું બોર્ડ લખેલ કારમાં વર્ષ ૨૦૨૧માં વિમો પુરો થઇ ગયો….
ગીરગઢડા પોલીસ મથકમાં પોલીસ લખેલી કારનો નંબર જી.જે.૦૬ એચ ડી ૦૮૦૬ની ડિજીટલ પ્લેટફોર્મ પર તપાસ કરતા આ કારનું વર્ષ ૨૦૧૩નું મોડલ છે અને આ કારનો વિમો વર્ષ ૨૦૨૧માં પૂર્ણ થઇ ગયેલ છે. અને પી યુ સી તો છેજ નહી હવે નવનિયુક્ત પી એસ આઇ આ પોલીસ કર્મિ વિરૂધ્ધ પગલા ભરશે ખરા ??
બોક્ષ્ –પોલીસ સ્ટાફમાં પણ ગણગણાટ કે સાહેબ અમારૂ પણ સાંભળતા નથી….
ગીરગઢડા પોલીસમાં નવનિયુક્ત આવેલા મહીલા પી એસ આઇ સુવાની કામગીરી બાબતે પોલીસ સ્ટાફમાં પણ ગણગણાટ સાંભળવા મળી રહ્યો છેકે સાહેબને પહેલી વખત સ્વતંત્ર પોલીસ સ્ટેશન મળ્યુ છે. અને અમારે પણ શું કરવુ માટે જેમ ચાલુ એમ ચલાવો બીજુ શું ??

