શ્રીલંકાએ તેની છેલ્લી સુપર-૪ મેચમાં પાકિસ્તાનને ૨ વિકેટથી હરાવ્યું હતું જે વરસાદને કારણે અટકાવવી પડી હતી. આ જીત સાથે શ્રીલંકા એશિયા કપની ફાઇનલમાં પહોંચી ગયું છે, જ્યાં તેની ટક્કર ૧૭ સપ્ટેમ્બરે ભારત સામે થવાની છે. વર્ચ્યુઅલ સેમીફાઈનલ મેચમાં શ્રીલંકાએ માત્ર ૨૫૨ રન બનાવી પાકિસ્તાનની બરાબરી કરી હતી. આમ છતાં શ્રીલંકાએ મેચ ૨ વિકેટથી જીતી લીધી અને એશિયા કપની ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. જ્યારે બંને ટીમના સ્કોર સમાન હતા તો મેચ ટાઈ કેમ ન થઈ? સુપર ઓવર શા માટે કરવામાં આવી નહીં?કેવી રીતે શ્રીલંકા જીત્યું અને ફાઇનલમાં ટિકિટ મેળવી? આ સવાલ દરેક ક્રિકેટ ફેન્સને થઈ રહ્યા છે. તમારા બધા સવાલોના જવાબ તમને અહીં મળી જશે. અમે તમને જણાવીશું કે પાકિસ્તાનની બરાબરી પર ૨૫૨ રન હોવા છતાં શ્રીલંકાને કેવી રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યું?..
જણાવીએ કે, કોલંબોમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે સુપર-૪ રાઉન્ડની આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. આ મેચ લગભગ ૨ કલાકના વિલંબ સાથે શરૂ થઈ હતી. જેના કારણે મેચની પાંચ ઓવર ઘટાડીને ૪૫ ઓવરની કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. પાકિસ્તાનનો સ્કોર ૨૭.૪ ઓવરમાં ૫ વિકેટના નુકસાને ૧૩૦ રન હતો જ્યારે અચાનક ભારે વરસાદ શરૂ થયો હતો. લગભગ અડધા કલાક પછી મેચ ફરી શરૂ થઈ ત્યારે મેચ રેફરીએ ઓવરોની સંખ્યા ઘટાડીને ૪૨ ઓવર કરી દીધી. જાેકે વરસાદના કારણે પાકિસ્તાનને ફાયદો થયો હતો. બોલ બેટ પર આસાનીથી આવવા લાગ્યો અને પાકિસ્તાને છેલ્લી ૧૦ ઓવરમાં ૧૦૨ રન બનાવ્યા અને આ રીતે પાકિસ્તાને ૪૨ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૨૫૨ રન પર બનાવ્યા હતા.
ડક્વર્થ-લૂઈસ નિયમ હેઠળ, જ્યારે પણ મેચ વરસાદથી પ્રભાવિત થાય છે અને ઓવરો ટૂંકી કરવામાં આવે છે, તો પછી બેટિંગ કરતી ટીમને નવો ટાર્ગેટ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં શ્રીલંકાને ૪૨ ઓવરમાં ૨૫૩ રનના બદલે ૨૫૨ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ કારણે પાકિસ્તાનની બરાબરી પર ૨૫૨ રન હોવા છતાં શ્રીલંકાએ મેચ જીતીને એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. વાસ્તવમાં, વરસાદને કારણે મેચ રોકવામાં આવે તે પહેલા પાકિસ્તાને ૨૭.૪ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. આ કારણસર શ્રીલંકાને મોટા લક્ષ્યનો પીછો કરવો પડ્યો ન હતો. જાે પાકિસ્તાને વરસાદને કારણે મેચ બંધ થતાં પહેલા ૫ને બદલે ૪ કે ૩ વિકેટ ગુમાવી દીધી હોત તો શ્રીલંકાએ ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ ૨૫૨ રનથી વધુના લક્ષ્યનો પીછો કરવો પડ્યો હોત. ડ્ઢન્જી નિયમો હેઠળ, વરસાદ પછી મેચ શરૂ થાય ત્યારે જાે ટીમ વિકેટ ગુમાવે છે, તો રનનો પીછો કરતી ટીમના લક્ષ્યાંક પર તેની એટલી અસર થતી નથી.
ડકવર્થ લુઈસ નિયમ શું કહે છે?.. જે જણાવીએ, ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ, ટીમ જ્યારે ઓલઆઉટ થઈ ગઈ હોય અથવા તેનો સંપૂર્ણ ક્વોટા રમી ગઈ હોય ત્યારે તેણે તેના તમામ સંસાધનો ખતમ કરી દીધા હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જાે કોઈ ટીમ ૪૮ ઓવરમાં ૩૦૦ રનમાં ઓલઆઉટ થાય છે, તો તે ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૦૦ રનના સ્કોર સમાન માનવામાં આવે છે. કારણ કે આ સ્થિતિમાં અગાઉની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેના તમામ સંસાધનો ખતમ થઈ ગયા હતા. રનનો પીછો કરતી ટીમનું લક્ષ્ય કેવી રીતે નક્કી થાય છે?.. જે જણાવીએ, રનનો પીછો કરતી ટીમના ટાર્ગેટને લગતી એકમાત્ર બાબત એ છે કે જ્યારે મેચ અટકાવવામાં આવી ત્યારે બેટિંગ કરનાર ટીમની કેટલી વિકેટ પડી હતી. જેટલી ઓછી વિકેટો પડી છે, રનનો પીછો કરતી ટીમને જેટલો મોટો ટાર્ગેટ મળશે. શ્રીલંકા સામેની મેચમાં વરસાદ પહેલા જ પાકિસ્તાને ૫ વિકેટ ગુમાવી દીધી હતી. તેને હારનો સામનો કરવો પડ્યો અને શ્રીલંકાને ૪૨ ઓવરમાં ૨૫૨ રનનો લક્ષ્યાંક મળ્યો, જે પાકિસ્તાનની બરાબરી છે, જે લંકાની ટીમે છેલ્લા બોલ પર હાંસલ કરી અને મેચ ૨ વિકેટે જીતી લીધી.

