પ્રણામી ક્રિકેટ એકેડેમીના સાત ખેલાડીઓની જામનગર જીલ્લાની ટીમ માટે પસંદગી
જામનગર :તાજેતમાં SGFI જામનગર જીલ્લા રમતગમત અધિકારી દ્વારા શાળાકીય ક્રિકેટ સ્પર્ધા અન્ડર 14, અંડર 17 અને અન્ડર 19 વર્ષ માટે સિલેકશન પ્રક્રિયા બે દિવસ માટે યોજાઇ હતી.
એ પ્રક્રિયા બાદ જામનગરની પ્રણામી ક્રિકેટ એકેડમી માં કોચીંગ લેતા ખેલાડીઓમાંથી વિવિધ કેટેગરી માં ધૈર્ય ધકાણ, આદિત્ય નંદા, ચોગરાજસિંહ જાડેજા, પ્રીત રામોલીયા, અર્નબ સિંઘ, વિરાટ આંબલીયા અને દિવ્યરાજ પરમાર જામનગર જીલ્લાની ટીમ માટે પસંદગી પામ્યા છે. શિયાળામાં રમનાર આંતર રાજ્ય ટુર્નામેન્ટ ની ગુજરાતની ટીમમાં પસંદગી પામવા ઉપરોકત ખેલાડીઓ સિલેકશન નેટસ માં ભાગ લેવા જશે.
પસંદગી કોચ તરીકે જીલ્લા રમતગમત કચેરીના ચીફ કોચ રીનાબા ઝાલા, સૌરાષ્ટ્ર ના ભૂતપૂર્વ ક્રિકેટર્સ બાલકૃષ્ણ જાડેજા, જયપાલ સિંહ જાડેજા, કશ્યપ મહેતા તથા સુનિલ બારાએ સેવા આપી હતી.
પ્રણામી ક્રિકેટ એકેડેમી ના સાત ખેલાડીઓ જિલ્લા ટીમ માટે સિલેક્ટ થતા તેમને સંસ્થા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને ઉતરોતર પ્રગતિના સોપાનો સર કરે તેમજ ક્રિકેટ ક્ષેત્રે નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.(તસવીર: કિંજલ કારસરીયા)

