મુંબઈ
લારા દત્તા થોડા દિવસો પહેલા અક્ષય કુમાર અને વાણી કપૂર સ્ટારર ફિલ્મ ‘બેલ બોટમ’માં તેની ભૂમિકા માટે ચર્ચાઓમાં હતી. આ ફિલ્મમાં લારા દત્તા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જાેવા મળી હતી અને તેણે પોતાના લુકથી બધાને ચોંકાવી દીધા હતા.સોશિયલ મીડિયા પોસ્ટ અથવા આગામી પ્રોજેક્ટને કારણે નહીં, પણ ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી લારા દત્તા હાલમાં ડેટિંગ સાઇટ પરની તેની પ્રોફાઇલને કારણે ચર્ચાઓમાં છે. આને કારણે લારા દત્તાને ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવવું પડ્યું અને ડેટિંગ સાઇટ પર તેની પ્રોફાઇલ વિશે સ્પષ્ટતા કરવી પડી. વાસ્તવમાં, લારા દત્તાની ડેટિંગ સાઇટ પર પ્રોફાઈલ હોવાની અફવાએ અચાનક જાેર પકડ્યું છે. લારા દત્તા પોતે પણ ડેટિંગ સાઇટ પર તેની પ્રોફાઇલ જાેઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. એવામાં તેણે તેના ચાહકોને હકીકત જણાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યા બાદ લારા દત્તાએ તેના ચાહકોને આ ફેક આઈડી વિશે જાણકારી આપી અને પોતાના વિશે ફેલાયેલી અફવાઓ અંગે પણ સ્પષ્ટતા કરી. તેણે આ સંબંધમાં એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે તેના ફેન્સને કહી રહી છે કે તેની કોઈપણ પ્રકારની ડેટિંગ સાઇટ પર કોઈ પ્રોફાઇલ નથી. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું- ‘ડેટિંગ સાઇટ?? હું??? જૂઠું કે સત્ય???” વીડિયોમાં લારા પણ આવી અફવાઓ પર હસતી જાેવા મળે છે. હવે તેના ચાહકો અને સેલિબ્રિટી મિત્રો પણ લારા દત્તાના આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા સૈફ અલી ખાનની બહેન અને બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાને લખ્યું- ‘હાહાહાપ હું આ પ્રોફાઇલ જાેવા માંગુ છું.’


