રાણપુર તાલુકાના ખસ, બગડ, ગુંદા, ગોધાવટા અને ચારણકી
ગામના નાગરિકો વિવિધ યોજનાકીય અને સેવાકીય લાભો માટે રજુઆત કરી શકશે
બોટાદ જીલ્લાના રાણપુર મામલતદાર ની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા વિવિધ વિભાગની યોજનાને લગતા વ્યકિતગત પ્રશ્નોના નિકાલ માટે રાણપુર તાલુકાના ખસ ગામ ખાતે બરવાળા નાયબ કલેકટર ના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.રાણપુર તાલુકાના ખસ ગામ ખાતે યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમમાં ખસ, બગડ, ગુંદા, ગોધાવટા અને ચારણકી ગામના નાગરીકો વિવિધ યોજનાકીય અને સેવાકીય રજુઆત કરી શકશે. જેથી ખસ પ્રાથમિક શાળા ખાતે તા.૧૨/૧૧/૨૦૨૧ ના રોજ સવારના ૯ કલાકથી સાંજના ૫ કલાક સુધી યોજાનાર આ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા બોટાદ જિલ્લા કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
