Gujarat

ઊના સ્યુગર ફેક્ટરી કોલોનીમાં રહેણાંક મકાનના તાળા તુટ્યા રોકડ રકમ સહીત મુદામાલની ચોરી..

રોકડ રકમ રૂ.૧૭,૨૦૦, ચાંદીની લક્કી તેમજ પ્લાસ્ટીકના થાળીવાટકાના સેટ ૫૦ સહીતનો મુદામાલની ઉઠાંતરી કરી છુ….

ઊના ગીરગઢડા રોડ પર આવેલ સ્યુગર ફેક્ટરી કોલોનીમાં રહેણાંક મકાનમાં તસ્કરોએ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલા રોકડ રકમ સહીતના મુદામાલની ચોરી કરી નાશી છુટ્યા હોય આ બાબતે પોલીસમાં ફરીયાદ નોધાવેલ હતી..

ઊના શહેરમાં ગીરગઢડા રોડ પર આવેલ સ્યુગર ફેક્ટરી કોલોનીમાં રહેતા દિપકભાઇ વિઠલભાઇ શિયાળના રહેણાક મકાનમાં તાળા મારી પરીવાર સાથે બહાર ગામ ગયેલ હતા. અને પરત ઘરે આવતા ઘરના દરવાજાના તાળા તુટેલી હાલતમાં જોવા મળતા ચોકી ઉઠ્યા હતા. અને ઘરની અંદર જોતા કબાટ સહીત તુટેલા અને વેરવીખેર હાલતમાં જોવા મળેલ હતા. રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકેલ હોય બંધ મકાનનો ફાયદો ઉઠાવી તસ્કરોએ મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં રહેલા રોકડ રકમ રૂ.૧૭,૨૦૦  તેમજ ચાંદીની લક્કી તેમજ બાચકામાં ભરેલા પ્લાસ્ટના થાળી-વાટકાના સેટ ૫૦ સહીતના મુદામાલની ચોરી કરી ગયેલ હતા. આ બાબતે પોલીસમાં દિપકભાઇએ ફરીયાદ કરતા પોલીસે તસ્કરોને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરેલ હતો.

-ફેક્ટરી-ક્વાર્ટરના-રહેણાંક-મકાનના-તાળા-તુટ્યા-રોકડ-રકમની-ચોરી-થઇ-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *