Gujarat

કષ્ટભંજન દેવની સ્થાપનાને ૧૭૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવાશે શતામૃત મહોત્સવ

વિશાળ પરિસરમાં કુલ ૨૧૦૦ થી ૨૨૨૫ જેટલા સીસીટીવી કેમેરા બાજ નજર રાખશે

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચાલતા ૧૭૫માં શતામૃત મહોત્સવને સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવેલ છે. સમગ્ર મહોત્સવમાં ૨૨૨૫ સીસીટીવી કેમેરા તેમજ અલગ અલગ વિભાગોમાં પાંચ કંટ્રોલ રૂમ દ્વારા બાજ નઝર રાખવામાં આવી રહી છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હાલ કષ્ટભંજન દેવની સ્થાપનાને ૧૭૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવાઈ રહ્યો છે.

ભવ્યાતિભવ્ય શતામૃત મહોત્સવ જે મહોત્સવમાં દેશ વિદેશના લાખોની સંખ્યામાં ભાવિકો આ ૭ દિવસના કાર્યક્રમમાં દર્શન લાભ લેવા આવી રહ્યા હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ તમામ પ્રકારની ગતિવિધિ પર ધ્યાન રાખી શકાય તેમજ સંપૂર્ણ મંદિર સભા સ્થળ પ્રદર્શન સ્થળ સહિતના વિશાળ પરિસરમાં કુલ ૨૧૦૦ થી ૨૨૨૫ જેટલા સીસીટીવી કેમેરામાં લગાવવામાં આવ્યા છે.

સમગ્ર સીસીટીવી કેમેરાથી નજર રાખવા માટે વિશેષ ૫ જેટલા સીસીટીવી કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે જ્યાંથી સતત ૨૪ કલાક તમામ પ્રકારની ગતિવિધિ રાખી રહ્યા છે બાજ નજર, સાથે જ કોઈ પણ પ્રકારની ઘટના બને તો તે સીસીટીવી માધ્યમથી જાણી અને જાેઈ શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આમ સમગ્ર શતામૃત મહોત્સવને સીસીટીવી થી સજ્જ કરાયો છે.

Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *