Gujarat

ઘાટલોડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે કોર્પોરેટર પદ પરથી રાજીનામું આપી દીધું

છેલ્લા છ મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ હાજર રહ્યા નથી

ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે. ઘાટલોડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે કોર્પોરેટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોર્પોરેટર મનોજ પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. મનોજ પટેલે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રાજીનામું આપ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઘાટલોડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલ હાલ વિદેશમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા ઘાટલોડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે કોર્પોરેટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સમાચારથી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે મનોજ પટેલ હાલ વિદેશમાં છે અને તેઓ હવે કોર્પોરેટર રહેવા માગતા નથી. એટલું જ નહીં, મનોજ પટેલ છેલ્લા છ મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ હાજર રહ્યા નથી. કોર્પોરેટર મનોજ પટેલે પોતાનું રાજીનામું શાસક પક્ષના નેતાને આપી દીધું છે. આ રાજીનામું મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં સોંપવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત ગેરહાજરીના પગલે તેઓને કોર્પોરેટર પદેથી રદ કરવામાં આવે તે પહેલાં જ તેઓએ રાજીનામુ આપી દેતા શહેર ભાજપ કોર્પોરેટરો અને અધિકારીઓમાં ચર્ચા જાગી છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *