જામજાેધપુર
શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનના નંદનવન ગ્રીનમાં રહેતા ૫૦ વર્ષના અમિત નાગર પોતાની ઓડી કાર લઈને જઈ રહ્યાં હતા. પાલ રોડથી એમ્સ તરફ જતા સમયે પેટ્રોલ પંપથી ઠીક પહેલાં ભીડ વચ્ચે કાર એકાએક બેકાબૂ થઈ ગઈ હતી. ઝ્રઝ્ર્ફ ફુટેજમાં સ્પષ્ટ જાેવા મળે છે કે કારની આગળ કેટલાંક બાઈક સવાર જઈ રહ્યાં હતા. આ વચ્ચે પાછળથી આવેલી ઓડી કારે સૌથી પહેલાં એક એક્ટિવ સવારને ટક્કર મારી, એક્ટિવ સવાર હવામાં ઉછળ્યો હતો. જે બાદ કારની સ્પીડ એકાએક વધી ગઈ હતી. આગળ જતા કારે એક મોટર સાયકલ અને એક સ્કૂટીને ટક્કર મારી હતી. રમકડાંની જેમ વાહનો અને તેના ચાલકો હવામાં ફંગોળાતા જાેવા મળ્યા. જે બાદ કાર ત્યાં રસ્તાની સાઈડમાં બનેલી ઝુંપડીમાંથી બહાર નીકળતા એક સાઈકલ સવારને ટક્કર મારી હતી. ઝુંપડીની બહાર ઉભેલા કેટલાંક લોકોને અડફેટે લીધા બાદ કાર ઊભી રહી ગઈ હતી. કાર ઊભી રહેતા જ કાર ચલાવી રહેલા અમિત ત્યાંથી સીધા જ બાસની પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોની એમ્સમાં સારવાર ચાલી રહી છે. મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ જાેધપુર પહોંચ્યા અને ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા.જાેધપુરના એમ્સ રોડ પર મંગળવારે સવારે ફુલ સ્પીડમાં આવતી ઓડી કારે એક પછી એક એમ કરીને ૧૧ લોકો અડફેટે લીધા હતા. જેમાંથી ૧૬ વર્ષના યુવકનું મોત નિપજ્યું છે જ્યારે ૧૦ લોકો ઘાયલ થઈ ગયા છે. આ દુર્ઘટના જેને પણ જાેઈ તેનું હ્રદય ધબકારો ચૂકી ગયું. આ ઘટનાનો રુંવાડા ઊભા કરી દેતો વીડિયો પણ સામે આવ્યો છે. કાર ચાલકે કઈ રીતે કાબૂ ગુમાવ્યો અને આગળ જતા લોકોને અડફેટે લઈને રસ્તાની સાઈડમાં ઊભેલી રેંકડી સાથે ટકરાઈ હતી.
