(બચતના નામે ઊંધા કાન પકડાવી ગઠિયા ફરાર થઈ જાશે તો?)
ધ્રાંગધ્રા :
હમણાં હાલમાં જ રાજ્યમાં જેના ઉપર જગ્યાએ જગ્યાએ છેતરપિંડીનાં કેસ નોંધાયેલા છે એવા યુવાનિધિના એમ.ડી ની ધરપકડ બાદ ધ્રાંગધ્રાવાસીઓ સાથે થયેલ છેતરપિંડી બાબતમાં લોકોને અપેક્ષાઓ હતી પણ પબ્લિકના જ પૈસાથી મજબૂત બનીને લાખો બગાડી ને આબાદ ફરતા આવા ગઠિયાઓ એક ભૂલો ને બીજા તૈયાર જ હોય એમ પબ્લિકનું ફુલેકું ફેરવવાની ફિરાકમાં જ હોય છે.
ધ્રાંગધ્રા શહેરમાં યુવાનિધિ બેન્ક જેવી જ મોડસ ઓપરેન્ડી થકી હાલ અમુક બેન્ક અને એના એમ. ડી સાથે ધ્રાંગધ્રાનાં જ અમુક લેભાગુ તત્વો ગામ લોકોને ચૂનો લગાડવાના મનસૂબા સેવી રહ્યા છે એવી સૂત્રોનાં માધ્યમ થી હાલ માહિતી જનતા કી જાનકારી ન્યૂઝના સંવાદદાતા ને પ્રાપ્ત થયેલ છે.
ગરીબ, મધ્યમ વર્ગના લોકો પાસે થી બચતના નામે પૈસા ઉઘરાવી ને એમના જ પૈસા 6 મહિના કે વર્ષ પછી એમને ધીરવામાં આવતા હોય છે. અહીં વિશ્વાસુ બેન્ક, એમડી કે બહુ જૂની પ્રતિષ્ઠિત બેન્ક હોય તો કોઈ બીક નથી પણ હમણાં હાલમાં જ ઉભી થયેલી આવી બોગસ બેંકો સામે જનતા જાગૃત બને એ જરૂરી છે. લોકો ને પહેલા લોન નહિ પણ બચત નાં નામે ઊંધા કાન પકડાવી ને પછી થી આવી બેંકો રાતોરાત તાળાબંધી કરી ને એજન્ટો ને કાળાપાણી એ રોવડાવતી હોવાનાં રાજ્યભર માં કિસ્સાઓ છે તયારે ખાસ કરીને ધ્રાંગધ્રાનાં યુવાનો, યુવતીઓ ઉચ્ચ પગારની લાલચમાં આવી બોગસ મંડળીઓનાં શિકારમાં ન ફસાય એ બાબતે અમારી આગમ સાથેની તાકીદ છે કારણ કે બ્રાન્ચ મેનેજરો, સુપર વાઇઝરો અને એજન્ટો ગામના જ હોય છે જેના વિશ્વાસમાં લોકો સરળતા થી બચત કરતા હોય છે પણ થોડો સમય રાબેતા મુજબ ચલાવી પછી મોટો માલ લઈને આવી મંડળીઓ જયારે રફુચક્કર થઈ જાય છે તયારે ગામ લોકો એજન્ટોનાં ઘરે ધામા નાખતા હોય છે જે ભૂતકાળમાં યુવાનિધિ નાં નિર્દોષ એજન્ટો સાથે બની ચૂક્યું છે. અહીં બેન્ક ફ્રોડ જ છે એમ અમારું કહેવું નથી પણ હાં લોકો છેતરાવવાની શક્યતાઓ મહત્તમ રહેલી છે જેથી ધ્રાંગધ્રાવાસીઓ સાવધાન બનીને પોતાના પરસેવાની કમાણી ની બચત કરે એમ જણાવવું એ એમની ચિંતા સાથેની અમારી ફરજ છે. ઉચ્ચ વહીવટી તંત્ર થી લઈને સ્થાનિક પ્રશાસન પણ આવી બચત બેન્ક કે મંડળીઓ નું ROC રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, કંપની નું પાન કાર્ડ, C સર્ટિફિકેટ તેમજ લીગલ ડાયરેક્ટરો થી લઈને મુખ્ય જવાબદારી સોંપતા તમામ હોદ્દાઓ અને કર્મચારીઓ નું શિક્ષણ બેન્કિંગ નિયમો ને આધીન યોગ્ય છે કે નહિ આ તમામ તપાસ ધ્રાંગધ્રા ની જનતા નાં હિતમાં કરતી રહે એ જરૂરી છે.
હિતેશ રાજપરા મારફત.
