શનિવારે કલેકટર કચેરીમાં કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણની મીટીંગ ઉપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રાની રીવ્યુ મીટીંગ, આવનારી ચૂંટણી માટેની પ્રાથમિક તૈયારીની મીટીંગ, જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની મીટીંગ આમ કૂલ ૪ મીટીંગ ઉપરા ઉપરી યોજાઈ હતી. કલેકટરે સંકલ્ય યાત્રાની મીટીંગ અંગે જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવનારી ૧૧ જાન્યુઆરી-૨૦૨૪ સુધી ચાલવાની છે જેમાં આપણા જીલ્લામાં સારો દેખાવ થઈ રહ્યો છે અને હજુ પણ સારો દેખાવ થાય તેવો અધિકારીઓ પ્રયત્ન કરે તેમજ જે લાભાર્થીઓને લાભ મળવા પાત્ર છે તેઓને તમામ યોજનાઓનો લાભ આ યાત્રા દરમિયાન મળે. તમામ યોજનાઓમાં ત્વરિત સેચુરેશન પોઈન્ટ પર પરફોર્મન્સ આવે તેવું કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા હતા.
