Gujarat

મુંબઈ સેશન્સ કોર્ટે હનુમાન ચાલીસા કેસમાં રાણા દંપતીની અરજી ફગાવી દીધી

હનુમાન ચાલીસા કેસમાં રાણા દંપતીની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. રાણા દંપતીએ એપ્રિલ ૨૦૨૨ માં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો આગ્રહ કર્યો હતો. આ પછી, કોર્ટે રાણા દંપતીમાંથી એક અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને મુંબઈ સેશન્સ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો. પરંતુ નવનીત રાણા અને રવિ રાણા કોર્ટમાં હાજર થયા ન હતા.. નવનીત રાણા અને રવિ રાણાએ આ કેસ રદ કરવા માટે અરજી કરી હતી. તે અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

આ પછી રાણા દંપતીએ પોતાને નિર્દોષ જાહેર કરવા માટે કોર્ટમાં આ અરજી કરી હતી. આજે કોર્ટે આ અરજી પર પણ ચુકાદો આપ્યો હતો અને તેને પણ ફગાવી દીધી હતી. આ મામલામાં આગામી સુનાવણી ૫ જાન્યુઆરીએ થશે. આ સમાચારને રાણા દંપતી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *