ઊના અંજાર રોડ પર સરકારી દવાનો જથ્થો પડેલો જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સરકારી દવાઓ જેમાં દવાઓ તેમજ દવાની ટ્યુબ હોય આ દવામાં ચાલુ વર્ષની ૪ / ૨૦૨૨ થી ૩ મહીનો ૨૦૨૪ સુધીમાં એક્સપાઇરી ડેટની જોવા મળી હતી. આ સરકારી દવાનો જથ્થો અહી કોણે ક્યાથી લઇ અને જાહેરમાં ફેક્યો દીધેલી છે હજુ સ્પષ્ટ જણાઇ આવેલ નથી. જ્યારે આ સરકારી દવાઓનો જથ્થો ફેકી દીધેલ હોય આરોગ્ય તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઉઠવા પામેલ છે. તંત્ર દ્રારા આની તપાસ કરવામાં આવે તો આ દવાનો જથ્થો કોણે આ ચાલુ તારીખની દવાઓનો જથ્થો ફેકી દીધો તેની સામે કાર્યવાહી થાઇ તે જરૂરી છે. આવી દવાઓ કોણે આપેલ હોય અને અહી ફેકી દેવાનું કારણ શુ ? અને આ જાહેર રસ્તાની સાઇડમાં નાખી બેદરકારી દાખવનારની સામે કાર્યવાહી થવી જોઇએ. જોકે અગાઉ પણ સરકારી દવાઓ ડેટઓફ થઇ ગયેલ જથ્થો મળી આવ્યો હતો.

