Gujarat

પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાન પાંચ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે!

પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટે ગુરુવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમણે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં નીચલી અદાલતના આદેશ પર સંપૂર્ણ સ્ટે મૂકવાની અપીલ કરી હતી. કોર્ટના આ ર્નિણયને જેલમાં બંધ ઈમરાન ખાન માટે નવો ફટકો માનવામાં આવી રહ્યો છે. ઈસ્લામાબાદની નીચલી અદાલતે ૫ ઓગસ્ટના રોજ તોશાખાના કેસમાં ઈમરાન ખાન (૭૧)ને દોષિત ઠેરવ્યા હતા. પાકિસ્તાનના ચૂંટણી પંચે આ કેસ દાખલ કર્યો હતો. આ ર્નિણયનો અર્થ એ થયો કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાન પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ૫ ઓગસ્ટના નીચલી કોર્ટના આદેશ પર ૨૮ ઓગસ્ટના રોજ સ્ટે આપ્યો હતો.

ઈમરાન ખાને આદેશ પર સ્પષ્ટતા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેના ર્નિણયમાં, કોર્ટે ઇમરાનની મુખ્ય અપીલ પર ર્નિણય ન આવે ત્યાં સુધી કેસમાં દોષિત ઠેરવવા અને અયોગ્યતા જાળવી રાખી હતી. તેમની સજા પર હજુ સુધી રોક લગાવવામાં આવી નથી, તેથી તેઓ જાહેર પદ માટે અયોગ્ય છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ઈસ્લામાબાદ હાઈકોર્ટ (ૈંૐઝ્ર) એ ગુરુવારે તોશાખાના કેસમાં નીચલી કોર્ટના ર્નિણયને સંપૂર્ણપણે સ્થગિત કરવાની તેમની અરજી ફગાવી દીધી હતી. નવ પાનાના વિગતવાર ચુકાદામાં, ચીફ જસ્ટિસ અમીર ફારૂક અને જસ્ટિસ તારિક મહમૂર જહાંગીરીએ ચુકાદો આપ્યો હતો કે અરજી પર તાત્કાલિક વિચારણા કરી શકાતી નથી અને તેથી તેને બરતરફ કરવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીએ જાહેરાત કરી હતી કે પાકિસ્તાનની જેલમાં રહેલા ઈમરાન ખાન ઓછામાં ઓછા ત્રણ મતક્ષેત્રો પરથી સામાન્ય ચૂંટણી લડશે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ગેરલાયકાતને રદ કરવાની અપીલને ફગાવી દીધી હતી. જેના કારણે તે હવે ૮ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી લડી શકશે નહીં.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *