Maharashtra

ભારતીય મહિલા ફૂટબોલ ટીમ બ્રાઝિલ સામે ટકરાશે

મુંબઈ
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન એ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, “આ પ્રથમ વખત છે જ્યારે ભારતની વરિષ્ઠ રાષ્ટ્રીય ટીમ બ્રાઝિલ, ચિલી અને વેનેઝુએલાનો સામનો કરશે.” આ પ્રવાસ છહ્લઝ્ર મહિલા એશિયા કપ માટેની ભારતીય મહિલા ટીમની તૈયારીઓનો એક ભાગ છે. એશિયા કપ આવતા વર્ષે ૨૦ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી સુધી મુંબઈ અને પૂણેમાં રમાશે. ભારતીય ટીમ ૨૫ નવેમ્બરે બ્રાઝિલ, ત્યારબાદ ૨૮ નવેમ્બરે ચિલી અને ૧ ડિસેમ્બરે વેનેઝુએલા સામે ટકરાશે. સાત ફૂટબોલ વર્લ્‌ડ કપમાં ભાગ લઈ ચૂકેલી ૪૩ વર્ષીય બ્રાઝિલની મિડફિલ્ડર ફોરગિમાની ભારત સામેની બ્રાઝિલની મેચ છેલ્લી મેચ હશે. આ મેચ ૨૫ નવેમ્બરે મનૌસમાં રમાશે. બ્રાઝિલના સોકર ફેડરેશને મંગળવારે આ જાણકારી આપી. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘વેટરન ફોર્જિમા મહિલા રાષ્ટ્રીય ટીમને અલવિદા કહેશે. રાષ્ટ્રીય ટીમ માટે રમવા અને ફૂટબોલ રમવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ખેલાડી માટે આ ઐતિહાસિક ક્ષણ છે. ફોર્જિમાએ બ્રાઝિલ માટે ૨૩૩ મેચ રમી છે. મહિલા ફૂટબોલ ટુર્નામેન્ટથી લઈને ટોક્યો ઓલિમ્પિક સુધી દરેક વખતે તે બ્રાઝિલની ટીમનો ભાગ હતી જ્યારે તે એટલાન્ટા ૧૯૯૬માં પ્રથમ વખત ઓલિમ્પિકનો ભાગ બની હતી. તેમની હાજરીમાં બ્રાઝિલની ટીમે ૨૦૦૪માં એથેન્સ અને ૨૦૦૮માં બેઈજિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.ભારતીય મહિલા ફૂટબોલ ટીમ પ્રથમ વખત ભૂતપૂર્વ વર્લ્‌ડ કપની રનરઅપ બ્રાઝિલનો સામનો કરવા જઈ રહી છે. બ્રાઝિલ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ની યજમાની કરશે જેમાં ભારત, વેનેઝુએલા અને ચિલીની ટીમ ભાગ લેશે. આગામી વર્ષના છહ્લઝ્ર એશિયન કપની તૈયારીઓના સંદર્ભમાં આ ટૂર્નામેન્ટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ૨૫ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી બ્રાઝિલ ના માનૌસમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં વિશ્વ રેન્કિંગમાં ૫૭માં ક્રમે રહેલી ભારતીય ટીમ નો સામનો પણ ફિફા રેન્કિંગમાં ૩૭માં નંબરની ટીમ ચિલી અને ૫૬મા ક્રમે રહેલી વેનેઝુએલા સામે થશે. વર્લ્‌ડ કપ ૨૦૦૭ રનર અપ અને ૨૦૦૪ અને ૨૦૦૮ ઓલિમ્પિક મેડલ વિજેતા બ્રાઝિલ રેન્કિંગમાં સાતમા ક્રમે છે. આજ સુધી બ્રાઝિલનો સામનો ભારત સામે થયો નથી. બ્રાઝિલનું નેતૃત્વ સ્ટાર ફૂટબોલર માર્ટા વિએરા દા સિલ્વા કરશે, જેને મહિલા ફૂટબોલની સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ગણવામાં આવે છે. આવ સ્થિતિમાં ભારતીય ટીમ માટે આ એક યાદગાર અનુભવ બનાવા જઈ રહ્યો છે, જેનો ફાયદો તેમને છહ્લઝ્ર કપમાં મળશે.

Brazilian-womens-midfielder-Forgima-Football-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *