• આખરી મતદારયાદીમાં ૨,૫૪,૬૯,૭૨૩ પુરૂષ, ૨,૩૯,૭૮,૨૪૩ સ્ત્રી તથા ૧,૫૦૩ ત્રીજી જાતિના મળી ૪,૯૪,૪૯,૪૬૯ કુલ મતદારો નોંધાયા છે.
• કુલ ૩.૧૪ લાખ પુરૂષ, ૩.૭૪ લાખ સ્ત્રી અને ત્રીજી જાતિના ૫૪ મતદારો ઉમેરાયા
ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં તા.૨૭ ઑક્ટોબરથી તા.૦૯ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ યોજાયો હતો. તા.૨૭ ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં ૨,૫૧,૫૪,૯૦૦ પુરૂષ, ૨,૩૬,૦૩,૩૮૨ સ્ત્રી અને ૧,૪૨૭ ત્રીજી જાતિના મળી કુલ ૪,૮૭,૫૯,૭૦૯ મતદારો નોંધાયેલા હતા. તા.૦૫ જાન્યુઆરી-૨૦૨૪ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અનુસાર ૨,૫૪,૬૯,૭૨૩ પુરૂષ, ૨,૩૯,૭૮,૨૪૩ સ્ત્રી તથા ૧,૫૦૩ ત્રીજી જાતિના મળી ૪,૯૪,૪૯,૪૬૯ કુલ મતદારો નોંધાયેલા છે.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સંનિષ્ઠ કામગીરીની ફલશ્રુતિરૂપે આખરી મતદાર યાદીમાં તા.૦૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા ૩,૧૪,૭૩૫ પુરૂષ, ૩,૭૪,૯૭૧ લાખ સ્ત્રી તથા ૫૪ ત્રીજી જાતિના મળી કુલ ૬,૮૯,૭૬૦ મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત અવસાન પામેલા ૧,૫૩,૯૫૮ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જ્યારે ૪,૬૦,૧૫૩ મતદારોની વિગતોમાં સુધારા કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન Helpline App અને વેબસાઇટ રંંॅઃ//ર્દૃંીજિ.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે.જાે નામ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ ઓનલાઇન અરજી કરી શકાશે અને સંબંધીત મતદાર નોંધણી અધિકારી અથવા તો કલેકટર કચેરીએ અને પોતાના વિસ્તારના મ્ન્ર્ં નો સંપર્ક કરીને અરજી કરી શકશે.
હાલની મતદારયાદીની સુધારણા પહેલાના ઈઁૈંઝ્ર (મતદાર ઓળખપત્ર)ની વહેંચણીની કામગીરી હાલ રાજ્યમાં ચાલી રહી છે જ્યારે હાલમાં જે સુધારણાનો કાર્યક્રમ પૂરો થયેલ છે તેવા ઈઁૈંઝ્ર મતદારોને ફેબ્રુઆરી માસના અંત સુધીમાં મળી જાય તે રીતે આયોજન કરેલ છે. તમામ ઈઁૈંઝ્ર પોસ્ટ ઑફિસ મારફતે મતદારને વિનામૂલ્યે મતદારના ઘરે પહોંચાડવામાં આવશે.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતદાર યાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા યોગદાન આપનાર રાજ્યના તમામ નાગરિકો, યુવા મતદારો તથા રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ્સનો આભાર વ્યક્ત કર્યો હતા. સાથે જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને સફળ બનાવનાર કાર્યનિષ્ઠ બુથ લેવલ ઑફિસર્સ સહિતના સમગ્ર ચૂંટણી તંત્ર તથા મતદાર તરીકે નોંધણી કરાવવા જાગૃતિ ફેલાવનાર તમામ સમાચાર માધ્યમોને પણ બિરદાવ્યા હતા.

