Gujarat

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શરુ કરેલ ‘ર્નિમળ ગુજરાત ૨.૦’ અભિયાન અંતર્ગત ગાંધીનગર સેકટર-૨૪ ખાતે સ્વચ્છતા કરવામાં આવી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ર્નિમળ ગુજરાત’ અભિયાનને વેગવંતુ બનાવવા માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ‘ર્નિમળ ગુજરાત ૨.૦’ લોન્ચ કર્યું છે. જે અંતર્ગત શુક્રવારે ગાંધીનગર મહાનગર દ્વારા ‘સ્વચ્છ અને ર્નિમળ ગાંધીનગર’ ની નેમ સાથે શાક માર્કેટ, સેકટર-૨૪ ખાતે સ્વચ્છતા કરવામાં આવી.

જેમાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા સહભાગી થયા હતા. આ અવસરે ય્સ્ઝ્ર ના મેયરશ્રી એ જણાવ્યું હતું કે આવો, સૌ સાથે મળીને સ્વચ્છતાને નૈતિક જવાબદારી સમજીને ર્નિમળ ગુજરાતનું સપનું સાકાર કરીએ. આ સ્વચ્છતાના કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ડે.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, ડે. કમિશનરશ્રી કેયુરભાઈ જેઠવા, સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, ઓમ શાંતિ સંસ્થાના કૈલાસ દીદી, શાળાના બાળકો તેમજ મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા.

File-02-Page-Ex-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *