કઠલાલ તાલુકાના રતનપુર ખાતે ક્ષત્રિય સમાજ ગુરૂગાદી બાર મુવાડાના ગાદીપતિ પરમ પૂજ્ય વિષ્ણુદાસજી મહારાજના સાનિધ્યમાં રામદેવજી મહારાજના જ્યોતિ પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.રામપુરા સરપંચ સુરેશભાઈ ચૌહાણ, છત્રસિંહ ડાભી ભાજપ તાલુકા સંગઠન,કાળુસિંહ ડાભી,લખનસિંહ ડાભી એપીએમસી વાઇસ ચેરમેન,દલપતસિંહ ડાભી તાલુકા સદસ્ય,પર્વતસિંહ ડાભી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી દેવુસિંહ ચૌહાણને સાલ તેમજ ફૂલહાર અને તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

