કપડવંજ તાલુકાના અંતિસર ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સી. આર.પરીખ બ્લડ સેન્ટર કપડવંજ (ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કપડવંજ) ના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં અંતિસર ગામના યુવાનો દ્વારા સ્વૈચ્છિક રકતદાન થકી (૩૦) બોટલ એકત્રિત કરવામાં આવી.અમૂલ સંઘ ના ડો.યોગેશભાઈ પટેલ,ડેરીના સેક્રેટરી જીતુભાઈ પટેલ,ચેરમેન હરેશભાઈ પટેલ ,ડેરીના જાગૃત સભાસદો તેમજ સી. ડી.વિભાગના હેતલબેન જોશીએ મહત્વનો ફાળો આપી રકતદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.તમામ રકતદાતાઓને અમૂલસંઘ અને અંતિસર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા શુભેચ્છા ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્લડ સેન્ટર ના મેડિકલ ઓફિસર ડો.મનુભાઈ ગઢવી, સીનીયર લેબ.ટેકનિશિયન મેઘા શાહ,સ્ટાફ નર્સ કૈલાશબેન શર્મા,બ્લડ ડોનેશન કોઓર્ડીનેટર ચિરાગભાઈ પરમાર વસંતભાઈ ભટ્ટ તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

