Gujarat

છોટાઉદેપુર તાલુકાના બીલવાંટ ગામે પ્રાથમિક શાળાના ઓરડા ન બનતા હોવાને લઈને મીડિયામાં સમાચાર પ્રસારિત થતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ત્યાં મુલાકાત લીધી હતી.

 છોટાઉદેપુર તાલુકાના બીલવાટ ગામે પ્રાથમિક શાળાના ઓરડા ન હોવાને લઈને વિદ્યાર્થીઓને બહાર બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો હતો જે મામલે સમાચાર પ્રસારિત થતાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ બીલવાંટ ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓની સાથે જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, ભાજપના યુવા નેતા રાજદીપભાઈ રાઠવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ  મામલે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ જણાવ્યું હતું કે પાછલા દિવસોમાં પ્રાથમિક શાળાના ઓરડા બનતા નથી એવું પ્રેસ અને મીડિયાનામાં આવ્યું હતું. એ પૈકી આજે અમે બીલવાંટ ગામે મુલાકાત લીધી હતી. વઘુમાં તેઓએ જણાવ્યું હતું કે બિલવાંટ ગામે પાંચ રૂમો નવા બનવાના છે 66 લાખ રૂપિયા ની રકમ મંજૂર થઈ છે. ગ્રાઉન્ડ પ્લસ બે માળ એટલે કે ત્રણ માળનું બિલ્ડિંગ બનવાનું છે અને તેનો કોન્ટ્રાક્ટ સેવ કન્ટ્રક્શન ને આપી દેવામાં આવ્યો છે. એટલે શિવકન્ટ્રક્શનનું ટેન્ડર લાગ્યું છે. અને એને ડિપોઝિટ ભરવા માટે મુદત મંગળવાર સુધી છે. ત્યાં સુધીમાં ડિપોઝિટ ભરાઈ જાય અને ડિપોઝિટ ભરાયા બાદ તાત્કાલિક એનું ખાતમુહૂર્ત કરી કામ ચાલુ કરવામાં આવશે અને બીજું કટરવાંટ ગામ છે  કટરવાટ ગામમાં જૂની એજન્સી અધૂરું કામ છોડી મૂકેલું છે લિન્ટલ લેવલનું એનું પણ નવી ટેન્ડર કરી દેવામાં આવ્યું છે. એટલે એનું કામ પણ લગભગ હોળીની આજુબાજુ એ પહેલા શરૂ થઈ લગભગ એ કામ દોડ બે મહિનાની અંદર પૂરું થાય તેવી પણ વહીવટી તંત્રને સુચના આપવામાં આવી છે એમ ધારાસભ્યએ જણાવ્યું હતું

IMG-20240107-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *