આચાર્ય મહારાજશ્રી પૂ.રાકેશપ્રસાદજી ની ઉપસ્થિતિમાં દિવ્ય શાકોત્સવમાં 7000 લોકોએ 800 મણ રીંગણા ના શાક નો મહાપ્રસાદ લીધો……
બોટાદ જીલ્લાના રાણપુર પાસે લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરૂકુલ કરમડ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણના શાકોત્સવનું ખુબ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું.વર્ષો પહેલા ભગવાન સ્વામિનારાયણે લોયાધામ ખાતે 60 મણ રીંગણા અને 12 મણ ચોખ્ખા ધી થી શાક બનાવી શાકોત્સવ કર્યો તે વખતના શાકોત્સવની ઝાંખી કરાવતો ભવ્ય શાકોત્સવ શ્રીજી વિદ્યાધામ કરમડ ગુરૂકુળ ખાતે યોજાયો.આ શાકોત્સવમાં વડતાલથી ખાસ પ.પૂ. આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગઢપુરથી પણ મોટી સંખ્યામાં સંતોની ઉપસ્થિતિ રહી હતી. સંસ્થાના સંસ્થાપક પ.પૂ. શ્રીજીસ્વરૂપદાસજી સ્વામી દ્વારા શાકોત્સવ નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.આ શાકોત્સવ પ્રસંગે ગઢડા થી ભાનુપ્રસાદ સ્વામી,શાંતિપ્રસાદ સ્વામી,સાળંગપુર હનુમાનજી મંદીરના કોઠારી વિવેકસાગર સ્વામી,હરીયાણા ગુરૂકુળ થી સંતો ખાસ પદ્યાર્યા હતા.સંતો એ અને આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજે હરીભક્તો ને આશિર્વાદ પાઠવ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે અમેરીકા.થી વિરેશભાઈ પટેલ તેમજ રાણપુર ટેક્સપીન બેરીંગ કંપનીના માલીક અને ઉદ્યોગપતિ વિશાલભાઈ મકવાણા અને RMP બેરીંગ કંપનીના માલીક અને ઉદ્યોગપતિ મીતેનભાઈ મકવાણા તેમજ રાણપુરના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ શાકોત્સવમાં 800 મણ રીંગણા નું શાક અને 30 મણ રોટલા અને 18 મણ લાડવા નો મહાપ્રસાદ 7000 લોકોએ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.આ શાકોત્સવ ને સફળ બનાવવા શ્રીજી વિદ્યાધામના કૃષ્ણવલ્લભ સ્વામી સહીત સંતો અને સેવકો એ ભારે જહેમત ઉઠાવી હતી….

