Gujarat

શ્રી હડીયાણા કન્યા શાળામાં જામનગર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાય

ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જામનગર જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીના સંયુક્ત ઉપક્રમે આજરોજ જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળા ખાતે જામનગર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેસ રમતના કન્વીનર તરીકે શાળાના આચાર્ય અરવિંદ એન મકવાણા હતા. આજે આ રમતને શાળાની SMC ના અધ્યક્ષ વિપુલભાઈ કાલાવડીયા તથા શ્રી હડીયાણા માધ્યમિક શાળાના મદદનીશ શિક્ષક બીએલ ઝાલા દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરાગભાઈ, વિપુલભાઈ, જીગરભાઈ, યોગેશભાઈ, શૈલેષભાઈ ઇસરાણી વગેરેએ આર્બિટર તરીકે ભૂમિકા નિભાવી હતી. આ ચેસ સ્પર્ધામાં U 11, U 14, U 17, ઓપન, અબવ 40 અને અબવ 60 વયજૂથના ભાઈઓ બહેનો સમગ્ર જામનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ સ્પર્ધામાં નંબર મેળવનાર ખેલાડીઓને હવે પછી રાજ્યકક્ષાએ રમવા જવા માટેની તક મળશે. કાર્યક્રમના અંતે ચેસ રમતના કન્વીનર અરવિંદ એન મકવાણા દ્વારા વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી

IMG_20240123_145423-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *