Gujarat

ડભાણથી આણંદ જઈ રહેલી કાર કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગઈ, ૩ ને ઈજા પહોંચી

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે ખેડા પીપીલગ ચોકડી પાસે ગમ્ખવાર અકસ્માતની ઘટના બની છે. ડભાણથી આણંદ જઈ રહેલી કાર કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. કાર હાઈવેની રેલિંગ તોડી સર્વિસ રોડ પર પલટી ખાધી હતી. કારમાં સવાર ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

જેની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકોએ ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. બીજી તરફ આ અગાઉ જૂનાગઢના વિસાવદર નજીક બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. વિસાવદરના મોણીયા રોડ પર બે કાર ટકરાતા ૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે.ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થઓ હોસ્પિટલ ખસેડાયા છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *