Gujarat

લગ્ન જીવન માં વિખવાદ થતા મહિલા ની મદદ તે 181 મહિલા હેલ્પ લાઈન છોટાઉદેપુર..

181 અભયમ મહિલા હેલ્પલાઇન  પર એક પીડીત મહિલા નો ફોન આવતા જણાવે છે. પતિ શક કરી  મહિલાને માનસિક ત્રાસ આપે છે  પીડીત માહિલા એ સરનામુ જણાવતા 181 ટીમ ધટના સ્થળે તાત્કાલિક પોહચી મહિલાનું કાઉન્સિલિંગ  કરી મળતી માહિતી મુજબ મહિલાના લગ્ન કર્યાના 20 વર્ષ થયા અને મારા 3 બાળકો છે તેવો  અભ્યાસ કરે છે અને બંને પતિ પત્નિ એકજ હોસ્પિટલમાં કચરા પોતું નું કામ કરીએ છીએ. અન્ય કોઈ  વ્યક્તિ સાથે મારા લગ્ન બહાર ના સબંધ નથી છતાંય મને કાયમ અપશબ્દો બોલી હેરાનગતિ કરે છે ઘરની બહાર નીકળવું નહિ આજુબાજુ માં રહતી મહિલા સાથે વાત ના કરવી. ઘરમાં કપડાં ધોવા અથવા વાસણ સાફ કરતા સમયે સાસુ ને સાથે જ લઈ જવું. વ્યસન કરીને હાથ ઉપાડે છે .બાળકોના બેંકમાં જમાં કરેલ  પૈસા ઉપાડી વ્યસન માં વેડફી નાખે અને રાત્રી સમયે ઘરની બહાર કાઢી મૂકે જેથી . કંટાળેલી મહિલા 181ની મદદ માગી . બનેપક્ષ નું કાઉન્સિલ કરી   પીડીત મહિલા ના પતિને કાયદાનો પાઠ ભણાવ્યો. અને પતિ-પત્ની ના સબંધો ની સમજ આપી શક ના કરવાની સમજ આપતા બાળકો ના ભવિષ્ય વિશે વિચાર કરી એક નવા જીવનની શરૂઆત કરવી અને એક બીજાને સમય આપી ખુશી થી રેહવું …કહી પતિએ પોતાની ભૂલ સ્વીકાર કરી પત્ની પર માફી માગી .સારું વર્તન કરીશ કહી. કદી હાથના ઉપાડિશ અને  બાળકોના અભ્યાસ માટે બચત  કરીશ કહી. ફરી ભૂલ ના થાય તેની લેખિત બાહેધરી આપી. અંતે સુખદ સમાધાન કર્યું. પીડીત મહિલા એ 181ટીમ નો આભાર વ્યક્ત કર્યો.

IMG-20240110-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *