Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબીશન ગુનાના નાસતો-ફરતો આરોપીને  ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…..

 આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે  ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન બાતમી આધારે ઝોઝ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૨૨૩૦૩૪૮/૨૦૨૩ પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(એ,ઇ), ૮૧, ૮૩ મુજબના ગુનામાં પકડાવાનો બાકી આરોપી રાવજીભાઇ બુટાભાઇ રાઠવા રહે.વચલીભીત સિમોડી ફળીયુ તા.જી.છોટાઉદેપુર નાનો પોતાના ઘરમાં હાજર મળી આવતા સદર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

IMG-20240201-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *