Gujarat

ખાલિસ્તાનને લઈને કેનેડા પર ભારતે ફરી એકવાર ફટકાર લગાવી

કેનેડાએ રાજનીતિમાં ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓને સ્થાન આપી રહ્યું છે : વિદેશ મંત્રી એસ જયશંકર

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા નથી. ખાલિસ્તાનને લઈને કેનેડામાં વધી રહેલા વિરોધને લઈને ભારત તરફથી ઘણી વખત ચિંતા અને ઠપકો વ્યક્ત કરવામાં આવ્યો છે. ફરી એકવાર ભારતે કેનેડાને ફટકાર લગાવી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે કેનેડા કેટલાક વર્ષોથી તેની રાજનીતિમાં આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓને સ્થાન આપી રહ્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને ભારત સાથે જાેડી હતી, જેને ભારતે ફગાવી દીધી હતી. હવે આ મામલે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે કેનેડાએ માહિતી શેર કરવાની ભારતની વિનંતીને અવગણી છે. જયશંકરે ભારત પ્રત્યે કેનેડાના તાજેતરના વર્તનને ત્યાંના રાજકારણમાં ઉગ્રવાદીઓની સંડોવણી માટે જવાબદાર ગણાવ્યું હતું. એક અહેવાલ અનુસાર વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, “છેલ્લા કેટલાક વર્ષોથી, કેનેડા તેની રાજનીતિમાં ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓને સ્થાન આપી રહ્યું છે. હું માનું છું કે આ તેમની રાજનીતિની નબળાઈ છે. જેના કારણે ત્યાં અનેક સમસ્યાઓ ઉભી થઇ છે.

આવું ન થવું જાેઈતું હતું.” તેમણે વધુમાં કહ્યું કે તેમના વડા પ્રધાને જાહેરમાં અમારા પર આક્ષેપો કર્યા છે. તે પહેલાં બંને દેશોના વડા પ્રધાનો મળ્યા હતા, જ્યાં હું પણ હાજર હતો. અમે કહ્યું હતું કે જાે તમને કોઈ સમસ્યા હોય તો. તમારું મન, જાે તમને ચિંતા કરતી હોય તો અમને કહો. જાે તમારે બધું કહેવું ન હોય, તો ઓછામાં ઓછી થોડી વાતો તો જણાવો, જેથી અમે અમારી તપાસ કરી શકીએ.

એસ જયશંકરે કહ્યું કે કેનેડાના ઁસ્એ આ અંગે અમારી સાથે કંઈપણ શેર કર્યું ન હતું અને પછી જાહેરમાં આક્ષેપો કર્યા હતા. બીજી તરફ અમેરિકાને જુઓ. ેંજી એ અમને જાણ કરી કે તેમની પાસે ગુનેગારો વિશે કેટલીક માહિતી છે, અને તેઓ અમને તેમની બાજુથી જાેવા માટે કેટલીક માહિતી આપશે, અને અમે માહિતીને મેચ કરીશું અને પછી કેસની તપાસ કરીશું. વિદેશ મંત્રીએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે કેનેડાની રાજનીતિમાં અલગતાવાદ, ઉગ્રવાદ અને હિંસાને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે અમેરિકામાં આવી કોઈ સમસ્યા નથી.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *