સુરત સિવિલ હોસ્પિટલમાં આજે આવેલી એક વિદેશી દર્દીએ ભારે ચર્ચા જગાવી હતી. આ મહિલા દર્દી હડકવાના ઈન્જેક્શનનો બીજાે ડોઝ લેવા માટે આવી પહોંચી હતી. નોર્વેથી ભારત ફરવા આવેલી યુવતીને મુંબઈમાં કુતરું રમાડતા સમયે કરડ્યુ હતું. તેથી યુવતી વેક્સીનનો બીજાે ડોઝ મૂકાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલ આવી પહોંચી હતી. હકીકત એમ હતી કે, નોર્વેમાં રહેતી એલા નામની એક યુવતી ભારતમાં ફરવા આવી હતી. આ દિવસોમાં તે મુંબઈમાં કૂતરાને રમાડી રહી હતી, ત્યારે તેને કૂતરુ કરડ્યુ હતું.
આ માટે તેને મુંબઈની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બાદ એલા મિત્રો સાથે સુરત ફરવા આવી હતી. પરંતુ તેનું હડકવાના ઈન્જેક્શનનો બીજાે ડોઝ લેવાનો બાકી હતી. તેથી તે બીજાે ડોઝ લેવા માટે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. વિદેશી યુવતી ઈન્જેક્શન લેવા આવતા સુરત સિવિલ હોસ્પિટલમાં કુતુહલનો માહોલ સર્જાયો હતો. આ યુવતી ઈન્જેક્શન લેવા આવી ત્યારે લોકો તેને જાેતા રહી ગયા હતા. જાેકે, ડોઝ લઈને તે હોસ્પિટલમાંથી નીકળી ગઈ હતી. પરંતુ તેની આ મુલાકાતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

