Gujarat

સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ સ્ટોન્સ(CDOS) તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(FICCI) દ્વારા આયોજીત ૧૨મો સ્ટોનમાર્ટ ૨૦૨૪ એકઝીબિશન

સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ સ્ટોન્સ(CDOS) તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(FICCI) દ્વારા આયોજીત ૧૨મો સ્ટોનમાર્ટ ૨૦૨૪ એકઝીબિશન એક્સપો જયપુર(રાજસ્થાન) ખાતે તા.૧ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી,ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતાનું પ્રતિનિધિત્વ કરતી ટીમના મેમ્બર્સમાં છોટાઉદેપુર ભૂસ્તરશાસ્ત્રી એન.એ પટેલ પણ સામેલ હતા.
 સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ સ્ટોન્સ(CDOS) તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(FICCI) દ્વારા આયોજીત ૧૨મો સ્ટોનમાર્ટ ૨૦૨૪ એકઝીબિશન એક્સપો જયપુર(રાજસ્થાન) ખાતે તા.૧ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી.જેમાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરતી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટિમ સીજીએમ(Team CGM) ને સ્ટોન-આર્ટ પ્રેઝન્ટેશન તેમજ વિવિધ સ્ટોનના ઉત્તમ પ્રદર્શન અને તેનું વ્યવસ્થાપન દર્શાવતા સ્ટોલને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. જ્યારે બીજા ક્રમે ઓડીસા સરકારની ટિમ રહેલ હતી.
ઉલ્લેખનીય છે કે ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતાનું પ્રતિનિધિત્વ કરતી ટીમના મેમ્બર્સ માં છોટાઉદેપુર ભૂસ્તરશાસ્ત્રી એન.એ પટેલ પણ સામેલ હતા. જેઓ રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડના હસ્તે પુરસ્કાર પ્રાપ્ત કરતા ફોટામાં દ્રશ્યમાન થાય છે.

IMG-20240206-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *