આજે મહાસુદ આઠમના દિવસે માં ખોડલની જયંતિની નિમિતે ખોડલધામ ખાતે અન્નકોટ, યજ્ઞ અને ઘ્વજાજી રોહણ જેવા ત્રિવિધ કાર્યક્રમ દ્વારા ખોડલ જયંતીની ભાવિકોના ઘોડાપુર વચ્ચે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રનું વિખ્યાત અને સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ ખાતે આજે મહાસુદ આઠમને શનિવારના દિવસે ખોડલ જયંતિ નિમિતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. અને સૌ કોઈ માં ખોડલને દર્શન કરી ધન્યતા અનુભવતા હતાં.
ખોડલ જયંતિ નિમિતે ખોડલધામ મહિલા સમિતિ દ્વારા પણ આજે દેવી મહાયજ્ઞનું આયોજન કરેલ હતું. જેમાં ધોરાજી ખોડલધામ મહિલા સમિતિની બહેનો યજ્ઞમાં કુરિવાજોની આહુતિ આપી હતી. અને આ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ અન્નકોટ માં ખોડલને ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ માં ખોડલને મહિલાઓ દ્વારા પાંચ ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું,
આજે માં ખોડિયાર માતાજીની જન્મ જયંતિ અને પ્રાગટય દિવસે હજારો ભાવિકોએ ખોડલ માં ને શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી.

