ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસે અમદાવાદ-કચ્છ હાઈવે પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં વાનનું ટાયર ફાટી જતા વાન પલ્ટી મારી ગઈ હતી. જેથી વાનમાં સવાર ૪ વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. અમદાવાદ-કચ્છ હાઈવે પર વહેલી સવારે સર્જાયેલ અકસ્માતની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
ત્યારે અકસ્માત એટલે ગંભીર હતો કે ગાડીનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. ગાડી પલ્ટી મારી જતા ગાડીનો કાચ તેમજ દરવાજા તૂટી જવા પામ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં યજ્ઞેશભાઈ જાદવ, ઇન્દુમતીબેન જાદવ, રાધાબેન જાદવ,ધનેશભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું.

