Gujarat

ગુડા આવાસ યોજનામાં માર્ચ માસના પ્રથમ ૨ સપ્તાહ પહેલાં ડ્રો કરી દેવા માટે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ

આચારસંહિતાનો અમલ શરૂ થાય તે પહેલાં વિકાસલક્ષી કાર્યક્રમો પૂર્ણ કરી દેવા માટે તંત્ર કામે લાગ્યું

ગાંધીનગર,
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા) દ્વારા તાજેતરમાં જ નવા ૨૬૬૩ આવાસોના નિર્માણ માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યાં હતાં. ગુડા વિસ્તારના રહેવાસીઓ દ્વારા અત્યાર સુધીના સૌથી વધુ ૧૧૬૯૫ ફોર્મ ભરીને રેકોર્ડ સર્જ્‌યો છે. ત્યારે ફોર્મ ભર્યા બાદ ડ્રોની આતુરતાથી રાહ જાેઈને બેઠેલાં અરજદારો માટે નજીકના સમયમાં જ ડ્રો કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા જાેવાં મળી રહી છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં તંત્ર ૨૬૬૩ આવાસોનો ઓનલાઈન ડ્રો યોજી શકે છે. જેના માટે હાલ ડેટા વેરીફિકેશનની કામગીરી પ્રગતી હેઠળ છે.

માર્ચ માસના પ્રથમ ૨ સપ્તાહ પહેલાં ડ્રો કરી દેવા માટે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. લોકસભા ઈલેક્શનની જાહેરાત અને આચારસંહિતાનો અમલ શરૂ થાય તે પહેલાં વિકાસલક્ષી કાર્યક્રમો પૂર્ણ કરી દેવા માટે તંત્ર પણ કામે લાગેલું જાેવાં મળ્યું છે. ગુડા દ્વારા ૪ સ્કીમના ૨૬૬૩ આવાસોમાંથી સૌથી વધુ ૧૩૫૦ આવાસો વાસણા હડમતીયામાં, સરગાસણમાં ૬૨૪ અને વાવોલની ૨ સ્કીમમાં અનુક્રમે ૩૬૯ અને ૩૨૦ આવાસો બનાવામાં આવી રહ્યાં છે.

Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *