Gujarat

અમરેલી શહેરમાં લોકસાહિત્ય સેતુની ૧૧૫ મી નિયમિત બેઠક બાલભવન ખાતે સંપન્ન  થઈ

અગર સંગીત ન હોતા તો કોઈ કીસીકા મીત ન હોતા.
પ.પૂ.મોરારિબાપુના રુડા આશીર્વાદથી સ્થપાયેલ લોકસાહિત્ય સેતુ સંસ્થાની લોકસંસ્કારને ઉજાગર કરતી ૧૧૫ મી નિયમિત બેઠક બાલભવન સંગીત કક્ષમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનોની ઉપસ્થિતીમાં મળી.
પ્રારંભમા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીએ પધારેલ સહુને પોતાની આગવી શૈલીમા આવકાર આપેલ. કલાકાર સર્વશ્રી  કેવિનભાઈ રોકડે ગણપતી સ્થાપના સાથે ભજનની રમઝટ બોલાવી.લોકસાહિત્યના મીઠા ગળાના ગાયક તન્વીબેન હીરપરા,સંજયભાઈ વાળોદર, મહીપતભાઈ ભટ્ટ,બીનાબેન શુક્લ જેવાએ પોતાની આગવી શૈલીમા સંગીત પીરસી સંગીત મૈત્રીનુ માધ્યમ સિદ્ધ કર્યુ. અમરેલીમા પ્રસિદ્ધ “સ્વરાધાર સંગીત ક્લાસીસ “વાળા નિવૃત ક્લાસ ટુ ઓફીસર સંગીતના સાધક પરેશભાઈ મહેતાએ  કરાઓકે સાથે જૂના યાદગાર ફિલ્મ ગીતોની ગાયને  એક અલગ વાતાવરણ નિર્માણ કરી તમામ શ્રોતાઓને ભારે મોજ કરાવી.તેમની સાથે તેમના સંગીત  સાધક સુપુત્ર ચી.પિનાંકભાઈએ સ્વ.મુકેશજીના કંઠે ગવાયેલ ગીતો સંભળાવી મોજ કરાવી.
  આ બેઠકમાં સર્વશ્રી રમેશભાઈ હીરપરા ,મહેન્દ્રભાઈ શુકલ, આનંદભાઈ ભટ્ટ, દિપ્તિબેન ભટ્ટ, નારણભાઈ ડોબરિયા, જિ.સ.બ્રહ્મ સમાજના પ્રમુખ મુકુંદભાઈ મહેતા ,ચિત્રકૂટ એવોર્ડ  વિજેતા શિતલબેન મહેતા,તરુબેન પાઠક,હસુદાદા જોષી , હસમુખભાઇ પાઠક ,ચંદ્રકાંતભાઈ વ્યાસ, તરુબેન વ્યાસ, માલતીબેન પંડ્યા  ,મામલતદાર  ટાંક સાહેબ, વૈશાલીબેન રોકડ, જયેશભાઈ દોશી,મહેન્દ્રભાઈ શુક્લ, જ્યોતિષિ રજનીભાઈ ભટ્ટ, વરસડા દરબાર દેવકુભાઈ વાળા,યુનિયન બેંકના મેનેજર સાહેબ,પરેશભાઈ મહેતા (સંવાદ સંસ્થા)સમેત  ઉપસ્થિત સહુએ આનંદ માણ્યો.બ્રહ્મસમાજના  અગ્રણી આનંદભાઈ ભટ્ટે પ્રાસંગિક વક્તવ્ય  આપી સહુને બીરદાવ્યા.
આજના કાર્યક્રમ અંતર્ગત અમેરિકા સ્થિત આદરણીય મનિષાબેન પંડ્યાના મોજીલા સૌજન્યથી કલાકાર પરેશભાઈનુ ભવ્યાતિભવ્ય સન્માન કરવામા આવ્યુ.કાર્યક્રમથી બાલભવનના આદરણીય ચેરમેન હેમેન્દ્રભાઈ મહેતા.મુખ્ય ટ્રસ્ટી શ્રીજવાહરભાઈ મહેતા,ડો.જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ મોટાભાઈ સંવટ, નારણભાઇ ડોબરિયા,ડે.નિયામક દિનેશભાઈ ત્રિવેદી સહુએ આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો.આભાર દર્શન ઉપપ્રમુખ ગોવિંદભાઈ ગોંડલીયાએ પોતાની આગવી શૈલીમા કર્યુ.કાર્યક્રમના સફળતા ઈચ્છતા  ગોરધનભાઈ સુરાણી,રમેશભાઈ જાદવ, સોનલબેન ત્રિવેદી,સુરેશભાઈ શેખાના સંદેશાનુ વાંચન કરવામા આવેલ .