Gujarat

સાવરકુંડલામાં આંતરરાષ્ટ્રીય ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો મહારક્તદાન કેમ્પ યોજાયો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શતાબ્દી મહોત્સવને સનાતન પરમ પૂજ્ય ધ. ધું. ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજના અમૃત મહોત્સવ એટલે કે ૭૫ વર્ષના ઉપલક્ષમાં પરમ પૂજ્ય ૧૦૮ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણાથી લોકહિતાર્થે તારીખ ૧૭-૩-૨૪ ને રવિવાર સમય ૯ થી ૧૨ એક જ સમયે એક જ તારીખે સમગ્ર ગુજરાતમાં ૧૦૭  જગ્યાએ તેમજ ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા ઇંગ્લેન્ડ દુબઈ જર્મની અને કેનેડા વગેરે દેશોમાં આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે પટેલ સમાજની વાડી સાવરકુંડલા મુકામે ૧૫૪ યુનિટ મહત્તમ રક્તદાન ભક્તો દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય એસ. પી. સ્વામી ગઢડા સાંસદ નારણભાઈ કાછડીયા અમરેલી દ્વારા કરવામાં આવેલ આ રક્તદાન કેમ્પમાં માનવંતા મહેમાનો નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી તથા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ડો.દિપકભાઈ શેઠ તેમજ વિનુભાઈ રાવળ સામાજિક આગેવાન પરસોત્તમભાઈ કાનાણી કેળવણીકાર પ્રતાપભાઈ ખુમાણ તથા પટેલવાડી પ્રમુખ ઘનશ્યામભાઈ જયાણી તથા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોરધનભાઈ કાનાણી, જયંતભાઈ જયાણી રમેશભાઈ રાદડિયા પ્રકાશદાદા વગેરે જહેમત ઉઠાવેલ હતી.