ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામ તરફના માર્ગે આવેલા શ્રી ક્ષત્રિય સંઘાર સમાજના ઈષ્ટદેવ શ્રી જખ્ખ બૌતેરા ડાડાની પહેડી સમિતિ દ્વારા આગામી સોમવાર તારીખ 25મીના રોજ શ્રી જખ્ખ બૌતેરા ડાડાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સોમવારે સવારે 10 વાગ્યે નૂતન ધ્વજારોહણ, સાંજે સાડા પાંચ વાગ્યે મહા આરતી, 6:30 વાગ્યે સમુહ ભોજન તેમજ રાત્રે 10 વાગ્યે રાધા કાન ગોપી મંડળ (ભાયાવદર) દ્વારા રાસ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક કાર્યક્રમ માટે સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ-વાગડના ક્ષત્રિય સંઘાર સમાજ અને દરેક શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહેવા સમિતિના જેસંગભાઈ સંઘાર, ઉપેન્દ્રભાઈ સંઘાર અને કેશુભાઈ સંઘાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

